ધ્રોલના પોકસોના ગુનાનો ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો
ધ્રોળના અપહરણ અને પોક્સોના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી સાડા ત્રણ વર્ષ પહેલા પેરોલ રજા પરથી જમ્પ કરી ફરાર જતાં પ્રોલ પોલીસે તેને શોધી કાઢીને રાજકોટ જેલમાં મોકલી દીધો છે. ધ્રોળના ગ્રામ્ય વિસ્તારમાંથી વર્ષ 2019માં સગીરાના અપહરણ અને પોક્સોના ગુનામાં મધ્યપ્રદેશના ઈનેશ ઉર્ફે દિનેશ જોહરૂૂભાઈ ભુરીયાની ધરપકડ કરી હતી, અને તેને 20 વર્ષની જેલ સજા થઈ હતી.
જે રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. તે દરમિયાન ગત 2022માં 10 દિવસની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. તે પરત જેલમાં હાજર ન થઈને નાસતો ફરતો હતો. જેથી પેરોલ જમ્પ કરી ગયેલા શખસોની શોધખોળ માટેની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી.
જે આરોપી તેના વતનમાં ભાગ્યો હોવાની જાણકારી મળી હોવાથી તેના વતનમાં તપાસ કરવામાં આવી હતી. તેના પાસે મોબાઈલ ન હોવાથી પોલીસને ગઢડા ગામમાં હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમે તેના વતનમાંથી ઝડપી લીધો હતો. જેને હાલ રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.