સીતારામ સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રના મિત્રનો યુવાન ઉપર છરી વડે હુમલો
કોઠારીયા સોલવન્ટમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા સગીર અને યુવકને ઇજા
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલી સિતારામ સોસાયટીમા પૈસાની લેતી દેતીમા મિત્રનાં મિત્રએ યુવક પર છરે વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સિતારામ સોસાયટીમા રહેતા પ્રકાશ નાનજીભાઇ છાયા (ઉ.વ. ર8) રાત્રીનાં સમયે ઘર પાસે હતો. ત્યારે અજાણ્યા શખસે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખસેડાયો હતો. પ્રાથમીક પુછપરછમા પ્રકાશ છાયાએ બહેનનાં મિત્ર જયમીન પાસેથી રૂ. 14500 લીધા હતા. જે રૂપીયા આપવાનાં છે. ગઇકાલે અજાણ્યા શખસે તારે જયમીનને કેટલા રૂપીયા આપવાનાં છે. તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.
બીજા બનાવમા કોઠારીયા સોલવન્ટમા આવેલા 25 વારીયામા પારકા ઝઘડામા વચ્ચે પડેલા નારાયણ મુનાત્યાપ બીન્દ (ઉ.વ. 1પ) અને અજીતકુમાર અવઘેરા મહંતો (ઉ.વ. ર0) ને છાતીનાં ભાગે પથ્થર વાગી ગયો હતો. સગીર અને યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.