ઇલેક્ટ્રિકલ્સ કંપનીના કર્મચારીનો ફોટો વોટ્સએપ પર મુકી ગઠિયાએ નાણાં પડાવ્યા
ગોવા રહેતા મિત્રને વોટસએપ કોલ કરી અકસ્માતનું કહી 1.20 લાખ લીધા
રાજકોટ શહેરમા સાયબર ફ્રોડ અંગે જાગૃતી ફેલાવવા અંગેનાં સેમીનારો યોજાય છે તેમજ સોશ્યલ મીડીયા થકી સાયબર પોલીસ દ્વારા લોકોમા જાગૃતી આવે આ માટે વીડીયો તેમજ ફોટો પણ મુકવામા આવે છે આમ છતા શિક્ષિત લોકો છેતરાય રહયાનાં બનાવ પોલીસ ચોપડે નોંધાઇ રહયા છે. ત્યારે રાજકોટ શહેરમા 1પ0 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્કની પાછળ આવેલા આર. કે. વર્લ્ડમા રહેતા મલ્હારભાઇ હર્ષદભાઇ જોશી (ઉ.વ. 39) એ પોતાની ફરીયાદમા અલગ અલગ મોબાઇલ ધારક અને ઇમેલ આઇડી સંચાલકનુ નામ આપતા તેઓ સામે ફરીયાદ નોંધવામા આવી છે.
મલ્હારભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ લોધીકાનાં હરીપર પાસે આવેલી સિલવર ક્ધઝયુમર ઇલેકટ્રીકલ લી. કંપનીમા પાંચ વર્ષથી નોકરી કરે છે તેમજ કંપનીમા માલીક તરીકે વિનીત બેડીયા છે ગઇ તા 21.3 ના રોજ કંપનીનાં પણજી ગોવાનાં ડીલર ગૌતમ શંકરદાસને અજાણ્યો વ્હોટસએપ કોલ આવ્યો હતો અને વ્હોટસએપ ડીપી પર વિનીત બેડીયાનો ફોટો હતો. હુ વિનીત બેડીયા બોલુ છુ.
મારો મિત્ર રાજકોટથી ગોવા આવ્યો તેનુ એકસીડન્ટ થયુ છે તેને પૈસાની જરૂર છે. જેથી 1 લાખ ર0 હજાર બેંક એકાઉન્ટમા મોકલાવો હુ તમને સવારે આપી દઇશ. જેથી ગૌતમભાઇએ તુરંત 1 લાખ ર0 હજાર મોકલાવ્યા હતા. આ બેંક એકાઉન્ટનાં હોલડર સંજીવ કુમાર હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ ર4/3 નાં રોજ ગૌતમભાઇ એ રાજકોટની કંપનીમા સેલ્સ મેનેજર યુવરાજભાઇને સમગ્ર હકીકત જણાવી હતી અને જે નંબર પરથી વહોટસઅપ કોલ આવ્યો તે નંબર હાલ બંધ હોવાનુ જણાયુ હતુ અને ગૌતમભાઇને જણાવ્યુ કે રાજકોટ તેમનો કોઇ મિત્ર ગોવા ગયો નથી અને કોઇ અકસ્માત થયો નથી. તમારી સાથે ફ્રોડ થયો છે. જેથી તમે ગોવા સાયબર ક્રાઇમમા ફરીયાદ નોંધાવો. જેથી ગૌતમભાઇએ ત્યા ફરીયાદ નોંધાવી હતી.
ત્યારબાદ વિનીત બેડીયાએ તેમનાં કંપનીમા કામ કરતા કર્મચારીઓ અને સંપર્કમા રહેલા લોકોને કહયુ હતુ કે તેમને કોઇપણ વિનીત બેડીયાનાં નામેથી પૈસાનો વ્યવહાર કરવો નહી. તેમજ આરોપીએ કંપનીનાં બોગસ ઇમેલ આઇડી થકી કર્મચારીઓને મેઇલ કર્યો હતો કે કંપનીનાં બોનસ ટોકન વેચી નાખો. હુ તમને એડીશ્નલ રીવોર્ડ આપીશ. તેમ કહી છેતરપીંડીનો પ્રયાસ કરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસનાં પીઆઇ બી. બી. જાડેજા અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી.