ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાયલાની નાગડકામાંથી મિનરલ વોટરની આડમાં ચાલતી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ

11:41 AM Aug 12, 2025 IST | Bhumika
Advertisement

સંચાલક પુત્ર ફરાર, પિતા ઝડપાયા: દર અઠવાડિયે ફેકટરીમાં કામ કરતા માણસો બદલી નખાતા: એક વર્ષથી ધમધમતા પ્લાન મામલે પોલીસને ગંધ પણ ન આવી

Advertisement

સાયલાના નાગડકાની સીમમાંથી મિનરલ વોટરની આડમાં વિદેશી દારૂૂ બનાવવાની ફેક્ટરી પકડાઇ છે. મુખ્ય સૂત્રધાર ફરાર થયો પરંતુ સ્થળ ઉપરથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ દારૂૂ સફેદ કેમિકલમાંથી બનાવવામાં આવતો હતો. તે પ્રવાહી ક્યાંથી લવાતો હતો, આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, રોજના કેટલી બોટલ દારૂૂ ભરાતો સહિતની વિગતો બહાર આવશે.ધજાળા પોલીસને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સાયલાના નાગડકા ગામના લુણાગામ તરફ રહેતાં મનતુભાઈ પ્રભાતભાઈ પનાળીયા ખોડલ મિનલર વોટરનો આરો પ્લાન્ટ ચલાવે છે. અહીં ડુપ્લીકેટ વિદેશી દારૂૂ બનાવી ધૂમ વેચાણ થતું હોવાની બાતમીના આધારે રેડ કરતાં સંજયભાઈ સોઢાભાઈ લીંબડીયા ફિલ્ટર પાણીની બોટલમાંથી બીજી કાચની બોટલમાં કલરવાળું પ્રવાહી ભરતો હતો.જ્યારે મનતુના પિતા પ્રભાતભાઈ ઉર્ફે પ્રભાવભાઈ વસાભાઈ પનાળીયા બોટલો ઉપર ઢાંકણા બંધ કરી તેના ઉપર સ્ટીકર લગાવી બોક્સમાં મુકતો હતો.

આ બંને શખ્સોને પોલીસે દબોચી લઈ પૂછપરછ કરતા મનતુંભાઈ પ્રભાતભાઈ પનાળીયા બહારગામ હોવાનું જણાવ્યું હતું.પોલીસે મેકડોવેલ, ડીલક્સ વિસ્કીના સ્ટીકર લગાવેલી 10 બોટલ કિંમત રુ. 4000 તેમજ અન્ય ખાલી બોટલો જપ્ત કરી છે. 20 લીટરની ક્ષમતાવાળા બે કેરબામાં દારૂૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું સફેદ પ્રવાહી કિંમત 8000 નો કબજે કર્યું હતું.મકાનના કમિયામાં દારૂૂના વેચાણ માટે વપરાતું બાઈક રુ. 25000, નાની મોટી 2 પીકઅપ ગાડી કિંમત રુ. 6,50,000 તથા મીની ટેમ્પો કિંમત રુ. 3 લાખ સહિત 9,97, 000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બાબતે પીએસઆઈ એસ.પી.ઝાલાએ જણાવ્યું કે, બે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મનતુ નામનો જે આરોપી છે તે કેમિકલ, બોટલ, ઢાંકણા સહિતનો સામાન લાવતો હતો. દારૂૂ બનાવવામાં વપરાતું સફેદ કેમિકલ શું છે? તેની તપાસ એકએફએસએલની મદદ લેવામાં આવી છે.ફેક્ટરીમાંથી પોલીસને સ્ટીકર અને બોટલ કેપ હાથ લાગી છે.

જેમાં એકની ઉપર ફોર સેલ હરિયાણા ઓન્લી અને ગજ્ઞ1 જેવું લખેલું વંચાય છે. પોલીસે મેકડોવેલ્સ ડીલક્ષ વિસ્કીના સ્ટીકર લગાવેલી 10 બોટલ પણ જપ્ત કરી છે.આરોપી મનતુએ એક વર્ષ પહેલાં મિનરલ પાણીનો આરો પ્લાન્ટ નાંખ્યો હતો. દારૂૂ બનાવવીને તે નજીકમાં ડિલેવરી આપવાની હોય તો બાઇક અને દૂરની ડિલેવરી માટે પીકઅપનો ઉપયોગ કરતો હતો જે વાહનો જપ્ત કરાયો છે. મહત્વની બાબત એ છે કે, આરોપી ફેક્ટરીની વાત કોઇને ખબર ન પડે કે અન્ય બીજા કોઇ કારણસર એક સપ્તાહમાં માણસ બદલી નાંખતો હતો. પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Tags :
crimeforeign liquor factorygujaratgujarat newsSaylaSayla news
Advertisement
Next Article
Advertisement