કુવાડવા પાસે વાહન અડી જવા મામલે માથાકૂટ, બોલેરોના ચાલકે સાગરિતો સાથે બે મિત્રોને માર માર્યો
રાજકોટ શહેરની ભાગોળે કુવાડવાથી માલીયાસણ જતા રસ્તે બે દિવસ પહેલા ગમખ્વાર અકસ્માત થયો હતો અને આ અકસ્માતમા નાની બાળકી સહીત છ લોકોના મૃત્યુ નીપજયા હતા અને આ ઘટનામા ટ્રાફીક જામ થતા સમયે બોલેરોનાં ચાલકે સ્કોર્પીયો ગાડીનાં પાછળનાં ભાગે અડી જતા બંને ચાલકો વચ્ચે ઘટના સ્થળે માથાકુટ થઇ હતી અને બાદમા ટ્રાફીક કલીયર થતા કુવાડવા ગામ નજીક બોલેરોનાં ચાલકે તેમનાં સાગ્રીતોને બોલાવી ચાર શખ્સોએ ભેગા મળી ર્સ્કોપીયોમા સવાર બે મિત્રોને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વધુ વિગતો મુજબ સુરેન્દ્રનગરનાં પાંચવડા ગામે રહેતા નારણભાઇ વશરામભાઇ મેટાળીયા (કોળી) (ઉ.વ. 43) એ પોતાની ફરીયાદમા કુવાડવા નજીક આવેલા ગુંદાળા ગામનાં ભરત રઘુ ગમારા, કાળુ ઘુઘા ગમારા, હરેશ કાળુ ગમારા અને દડુ કાળુ ગમારા વિરુધ્ધ માર મારી, ધમકી આપી હોવાની ફરીયાદ કુવાડવા રોડ પોલીસમા નોંધાવી છે.
આ ઘટનામા નારણ ભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ખેતી કામ કરે છે અને ગઇ તા 25 નાં રોજ તેમનાં મિત્ર અમરશીભાઇ ઝાપડીયા (રહે. ભીમગઢ) બંને જણા સ્કોર્પીયો ગાડીમા રીપેરીંગ કામ કરવાનુ હોય રાજકોટ આવ્યા હતા ત્યાથી પરત ફરતી વેળાએ કુવાડવા હાઇવે પર ચાંદની હોટલ પાસે પહોંચતા ત્યા અકસ્માત થયો હતો અને ટ્રાફીક જામ થતા રસ્તો બંધ કરવામા આવ્યો હતો આ સમયે પાછળથી આવેલા બોલેરોનાં ચાલકે સ્કોર્પીયોની પાછળ અડાડી દેતા તેમણે નીચે ઉતરી અને માથાકુટ કરી હતી આ સમયે ત્યા આજુબાજુમા લોકો એકઠા થઇ જતા સમાધાન થઇ ગયુ હતુ અને બાદમા એક નંબરમાથી કોલ આવ્યો હતો અને તેમણે કહયુ કે ભરત ગમારા બોલુ છુ.
તે જે બોલેરો વાળા સાથે માથાકુટ કરેલ છે તે મારો મોટો ભાઇ થાય છે તુ બામણબોર આવી જા. ત્યારબાદ ટ્રાફીક કલીયર થતા નારણભાઇ અને તેમનો મિત્ર કુવાડવા ગામ નજીક ગુજરાત ગેસનાં પંપ પાસે પહોંચતા એક થાર, એક ફોરચ્યુનર આડે નાખી તેમાથી આરોપીઓ ઉતર્યા હતા અને માથાકુટ કરી પાઇપ વડે આડેધડ મારવા લાગ્યા હતા આ સમયે મિત્ર અમરસિંહ બચાવવા વચ્ચે પડતા તેને પણ પાઇપ વડે માર માર્યો હતો અને આરોપીઓ કહેતા હતા કે તમને બંનેને જાનથી મારી નાખવા છે. આ ઘટના મામલે ઘવાયેલા બંને મિત્રોને સિવીલ હોસ્પીટલે ખસેડાયા બાદ પોલીસમા ફરીયાદ નોંધાઇ હતી.