ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના હરબટિયાળી ગામે પાણીની લાઇન મુદ્દે બે પક્ષ વચ્ચે થઇ મારામારી

12:38 PM Jun 09, 2025 IST | Bhumika
Advertisement

હરબટીયાળી ગામની સીમમાં વાડીએ પાણીની પાઈપલાઈન બાબતે ખોદકામ કરતા હોય જે સારું નહિ લાગતા માથાકૂટ થવા પામી હતી અને બાદમાં બે પક્ષ સામસામે બાખડી પડ્યા હતા જેમાં છુટા હાથની મારામારી કર્યા બાદ બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

મૂળ હરબટીયાળી હાલ રાજકોટ રહેતા કીર્તિભાઈ ટપુભાઈ સંઘાણીએ આરોપીઓ પંકજ ખીમજીભાઈ સંઘાણી, રજનીકાંત ખીમજી સંઘાણી, કલ્પેશ ખીમજી સંઘાણી રહે બધા હરબટીયાળી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કૌટુંબિક ભાઈ ખુશાલભાઈની પાણીની પાઈપલાઈન આરોપીઓ ખોદકામ કરી કાપતા હતા જેથી ખુશાલભાઈએ ના પાડતા સારું નહિ લાગતા આરોપીઓ ખુશાલભાઈ, નૌતમભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ઢીકા પાટું માર મારતા હતા અને કિર્તીભાઈ છોડાવવા જતા પથ્થરનો છૂટો ઘા મારી ઈજા કરી લાકડી લઈને આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે મૂળ હરબટીયાળી હાલ રાજકોટ રહેતા રજનીકાંત ખીમજી સંઘાણી એ આરોપીઓ ખુશાલ જેઠાભાઈ સંઘાણી, નૌતમ ટપુભાઈ સંઘાણી અને કીર્તિ ટપુભાઈ સંઘાણી રહે હરબટીયાળી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને પંકજ પોતાની વાડીએ જતા પોતાની વાડીમાંથી ખુશાલભાઈની પાણીની લાઈન નીકળતી હોય જે કાઢવાની હોય પરંતુ કાઢી નહિ અને ભાઈ પંકજ ચાલીને બીજી વાડીએ જતો હતો ત્યારે બોલાચાલી કરી ગાળો આપી છુટા હાથની મારામારી અને લાકડી વડે માર મારી ફરિયાદી અને પંકજને ઈજા કરી હતી ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Tags :
gujaragujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement