અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : એકને ઈજા
05:05 PM Apr 18, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરમાં ચંદ્રેશનગર પાસે આવેલા અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારમારી થઈ હતી. જેમાં એક યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Advertisement
અફા બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચંદ્રેશનગર પાસે આવેલા અમરનગરમાં રહેતા નવીનસિંગ શ્યામ સુંદરસિંગ તોમર નામનો 38 વર્ષનો યુવાન મધરાત્રે પોતાના ઘર પાસે હતો ત્યારે અન્ય ચારથી પાંચ જેટલા નેપાળી શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં નવીનસિંગ તોમર ઉપરના માળે રહે છે જ્યારે હુમલાખોર શખ્સો નીચેના મકાનમાં રહે છે. બેરલનું પાણી બગાડવા મુદ્દે બોલાચાલી થયા બાદ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement