વીંછિયાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલી મહિલાની છેડતી બાદ મારામારી
વિછિયા તાલુકાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલ મહિલાની ભૂવાએ છેડતી કર્યા બાદ આ મામલે બે પરિવારો વચ્ચે થયેલ માથાકુટ બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. આ મામલે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલાની છેડતી મામલે ભૂવા વિરુદ્ધ નવા કાયદા હેઠળ બ્લેક મેજીક એક્ટ હેઠળ અને છેડતીનો ગુનો નોંધાયો છે. જ્યારે ભુવા અને તેના પત્નીને માર મારનાર તેના ભાણેજના પુત્ર સહિતના સામે વળતી ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ વિછિયા તાલુકાના ઢેઢુકી ગામે રહેતા ચકુભાઈ પોલાભાઈ સાકરિયા ઉ.વ.65 દાણા જોવડાવવાનું કામ કરતા હોય સુરેન્દ્રનગરના ચોટીલા નજીક નવાગામમાં રહેતા સુરેશભાઈ સામતભાઈ મેણિયા તેના પત્ની સાથે દાણા જોવડાવવા ગયા હતાં. પરંતુ ભુવાએ દાણા જોવાનું બંધ કર્યાનું કહી માનતા રાખવાની વાત કરી હતી. ત્યાર બાદ સુરેશભાઈ જ્યારે બહાર ગયા ત્યારે તેની પત્ની સાથે ભુવા ચકુભાઈએ હાથ પકડી અને સારીરીક છેડતી કરતા આ મામલે સુરેશભાઈને તેના પત્નીએ જાણ કરતા આ અંગે બોલાચાલી થઈ હતી.
આ ઘટના બાદ બે દિવસ પછી ચકુભાઈ પોતાના ઘરે હતા ત્યારે રાત્રે બે વાગ્યાના સુમારે સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામમા રહેતા તેના ભાણેજના પુત્ર વિશાલ સામત મેણિયા અને તેની સાથેના છ જેટલા શખ્સો ચકુભાઈના ઘરે આવ્યા હતા અને તેના પત્નીને ક્યા છે ભુવા અમારે દાણા જોવડાવવા છે તેમ કહી ચકુભાઈના પત્નીની સાડી ખેંચી ઝપાઝપી કરી હતી. દેકારો થતાં ચકુભાઈ બહાર નિકળતા ભાણેજના પુત્ર વિશાલ સહિતનાએ હુમલો કર્યો હતો.
અનેતેમાં ભુવા ચકુભાઈ ઘાયલ થયા હતાં. ઈજાગ્રસ્ત ચકુભાઈને સારવાર અથે રાજકોટની સિવિલ હોસ્પિટલેખસેડવામાં આવ્યા હતાં. આ મામાલે વિછિયા પોલીસમાં બન્ને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચકુભાઈ વિરુદ્ધ નવા કાયદા હેઠળ આવતા ભારતીય ન્યાય સહિતા તથા ગુજરાત સરકાર દ્વારા રચાયેલ અઘોરી પ્રેક્ટિસીસ એન્ડ બ્લેક મેજીક એન્ડ 2024ની કલમ હેઠલ તેમજ છેડતી અંગે ગુનો નોંધ્ય છે. જ્યારે ચકુભાઈની ફરિયાદના આધારે ભાણેજના પુત્ર સહિતના વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધ્યો છે.