For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની સામે સ્ત્રી મિત્રએ ધમકીની ફરિયાદ નોંધાવી

04:09 PM Jun 11, 2025 IST | Bhumika
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની સામે સ્ત્રી મિત્રએ ધમકીની ફરિયાદ નોંધાવી

કોંગ્રેસના નેતા અને આણંદના પૂર્વ સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો પારિવારિક ઝઘડો ફરીથી પ્રકાશમાં આવ્યો છે. પત્ની રેશ્મા પટેલે પતિની સ્ત્રી મિત્ર સાથે જાહેરમાં બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આણંદના પૂર્વ સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને છેલ્લા ઘણા સમયથી તેમની પત્ની રેશ્મા પટેલ (સોલંકી)સાથે અણબનાવ ચાલી રહ્યો છે. બંને છેલ્લા પાંચેક વર્ષથી અલગ રહે છે અને તેમની વચ્ચેનો વિવાદ છૂટાછેડા સુધી પહોંચ્યો છે, જે હાલ કોર્ટમાં ચાલુ છે.

Advertisement

વિદ્યાનગર રોડ પર આવેલા સંતરામ પાર્લર પાસે રેશમા પટેલ તેમની સ્ત્રી મિત્રને ધાક ધમકી આપી તું મારા પતિ સાથે કેમ વાતો કરે છે તેમ કહી અપશબ્દો બોલીને આજે તેને પતાવી દેવી છે તેમ કહીને ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. જેથી આ મામલે ભરતસિંહ સોલંકી પણ આણંદ ટાઉન પોલીસમથકે રજૂઆત કરવા માટે પહોચ્યા હોવાનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જવા પામ્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસમથકે તેણીની ફરિયાદને આધારે રેશ્મા પટેલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement