મહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો
જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે ખંભાળિયા પંથક માંથી બે શખ્સો કાર ખરીદવા માટે આવ્યા હતા, અને શોરૂૂમ બંધ થઈ ગયો હોવા છતાં અમારે અત્યારે જ કાર ખરીદવી છે તેમ કહી સિક્યુરિટી વિભાગના કર્મચારીઓ સાથે તકરાર કરી હતી, અને શોરૂૂમ નો નવ ફૂટ મોટો કાચ તોડી નાખી નુકસાની પહોંચાડી હતી, અને બંને ભાગી છુટ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા વિસ્તારના મહેન્દ્ર કંપનીનો શોરૂૂમ આવેલો છે, ત્યાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યા ના અરસામાં ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વતની હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ મુળુભા, કે જેઓ કારની ખરીદી કરવા માટે આવ્યા હતા, રાત્રિના10.00 વાગી ગયા હોવાથી શોરૂૂમ બંધ થઈ ગયો હતો, અને માત્ર સિક્યુરિટી ગાર્ડન ત્યાં હાજર હતા.
જે સમયે બંને આરોપીએ ફરજ પર હાજર રહેલા અબ્દુલ કાદરભાઇ મહમદ નામના શિખ્યુટી ગાર્ડ સાથે ઝઘડો કર્યો હતો, અને નવી કારની ચાવી આપો. અમારી અત્યારે જ કાર ખરીદી જવી છે, તેમ કહીને હંગામો મચાવ્યો હતો.
જેથી સિક્યુરિટી ગાર્ડ વગેરે હાલ શોરૂૂમ બંધ થઈ ગયો છે, અને અમારા મેનેજર આવતીકાલે આવશે ત્યારે તમે કારની ખરીદી કરી લેજો તેમ કહેતા બંને આરોપી ઉશ્કેરાયા હતા, અને ફરજ પર હાજર રહેલા બે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો કરીને બંનેને ધાક ધમકી આપી હતી, ત્યારબાદ શોરૂૂમ નો નવ ફૂટનો વિશાળ કદનો કાચ કે જે માં તોડફોડ કરી નાખી નુકસાની પહોંચાડી હતીઝ અને બંને શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યાળ હતા.
જે મામલો જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાય છે, અને કાદરભાઈ નોતી યાર નું નિવેદન નોંધી અને તેની ફરિયાદના આધારે કારના શોરૂૂમમાં તોડફોડ અને હંગામા મચાવા અંગે ખંભાલીયાના હરપાલસિંહ જાડેજા અને મયુરસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે તે બંને ભાગી ચૂક્યા હોવાથી પંચકોશી એ ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયા અને તેઓની ટીમ સક્રિય બની છે, અને બન્ને આરોપીઓને શોધી રહી છે.