For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા.37 હજારનો દંડ

05:15 PM Oct 11, 2025 IST | Bhumika
મેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા 37 હજારનો દંડ

પડધરી મામલતદાર કોર્ટ (કે.જી. સખીયા) દ્વારા સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણના કેસમાં એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. મેટોડા ગામના જગાભાઈ માધાભાઈ સોલંકીને સરકારી જમીન પર દબાણ કરવા બદલ રૂૂ. 37,152/-નો દંડ ફટકારવામાં આવ્યો છે અને દબાણવાળી જમીનનો કબજો હુકમ મળ્યાના 10 દિવસમાં ખુલ્લો કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

Advertisement

આ કેસ (નં. 24/2025) મેટોડા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 666 (જુના સર્વે નંબર 201 પૈકી 1) ની જમીન પરના દબાણ અંગે હતો. તાલુકા વિકાસ અધિકારી, પડધરીના પત્રથી અરજદાર જગાભાઈ માધાભાઈ દેવીપુજકે આ જમીનમાં દબાણ કરેલ હોવાની ફરિયાદ બાદ નિયમોનુસાર કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી.

નાયબ મામલતદાર (દબાણ)ના અહેવાલ અને પંચરોજકામ મુજબ, સામાવાળા દ્વારા સરકારી ખરાબાની કુલ જમીન હે. 35-87-25 ચો.મી. પૈકી આશરે હે. 1-21-41 ચો.મી. (એ. 3-00 ગુંઠા) જમીનમાં વગર પરવાનગીએ આશરે 3 (ત્રણ) વર્ષથી ખેતી વિષયક દબાણ કરેલું હોવાનું જણાઈ આવ્યું હતું.

Advertisement

સામાવાળાએ કોર્ટ સમક્ષ લેખિત/મૌખિક રજૂઆતમાં દબાણ કબૂલ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને સ્વેચ્છાએ દબાણ ખુલ્લું કરી આપવા તૈયાર છે. તેમ છતાં, બિન અધિકૃત પેશકદમી બદલ ગુજરાત મહેસુલ અધિનિયમ-1879 માં થયેલ સુધારા અધિનિયમ-2011 મુજબ દંડની ગણતરી કરવામાં આવી. મેટોડા ગામની ખેતીની જમીનનો પિયત ભાવ રૂૂા. 51/- પ્રતિ ચો.મી. લેખે જંત્રીદર રૂૂા. 102/- (બે ગણા) નક્કી કરવામાં આવ્યો હતો.

આ મુજબ, 12141.00 ચો.મી. જમીન માટે જંત્રી મુજબ કુલ રકમ રૂૂા. 12,38,382/- થાય છે. તેના 1% લેખે એક વર્ષનો દંડ રૂૂા. 12,384/- ગણવામાં આવ્યો. ત્રણ વર્ષના દબાણ માટે કુલ દંડની રકમ રૂૂા. 37,152/- (રૂૂા. 12,384/- સ 3 વર્ષ) નક્કી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement