જામજોધપુરના કોટડા બાવીસી ગામે ખેડૂત અને તેના શ્રમિક પર શેઢા પાડોશીનો હુમલો
12:19 PM May 28, 2025 IST
|
Bhumika
Advertisement
જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા અને ધ્રાફા ગામની સીમ વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા કેવીન ગોરધનભાઈ કંટારીયા નામના 37 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાની વાડીમાં કામ કરતા શ્રમિક જીલુ ઉર્ફે દિનેશ ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે શેઢા પાડોશી ધનાભાઈ આહીર અને જગદીશ ધનાભાઈ નામના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
Advertisement
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનને વાડીમાં જવા માટેનો રસ્તો આરોપીની વાડીમાંથી થઈને જતો હોવાથી ટ્રેક્ટર લઈને નીકળતાં અહીંથી શું કામ નીકળો છો, તેમ કહી મારકૂટ કરી ધાકધમકી આપી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
Next Article
Advertisement