ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરી

11:22 AM Jul 03, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગર માં રહેતા એક દંપતિ સાથે હાદાનગરમાં રહેતા એક કૌટુંબિક શખ્સે જ લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. હાદાનગરના શખ્સે દંપતિને સ્ક્રેપના વ્યવસાયમાં સારો નફાની લાલચ દેખાડી દંપતિના સાત ક્રેડીટકાર્ડ, 23 મોબાઇલ તેમજ ઘરેણા ઉપર ગોલ્ડ લોન લેવડાવી, વિશ્વાસમાં લઇ રૂૂા. 25 લાખથી વધુની ઠગાઇ આચરતા દંપતિએ કોટુંબિક શખ્સ વિરૂૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના લીલા સર્કલ નજીક રહેતા હિનાબેન જયેશભાઇ ખસીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટાબેન હંસાબેન જે આખલોલ જકાતનાકા રહે છે જેના ઘરે તેમનો કૌટુંબિક દિયર અને હાદાનગરમાં રહેતો વિજય ગોરધનભાઇ માંડલિક સાથે પરિચય થયો હતો. જે વિજય માંડલિકે હિનાબેન તેમજ તેમના પતિને સ્ક્રેપના વ્યવસાયમાં રોકાણ કરવાનું કહી, નફાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા અને બાદમાં દંપતિના જુદી જુદી બેન્કોમાંથી સાત ક્રેડિટકાર્ડ, 23 મોબાઇલ ઉપર લોન મેળવી તેમજ દંપતિના ઘરેણાંને ગોલ્ડ લોનમાં ગિરવે મુકી રૂૂા. 25,87,990 ની મસમોટી રકમનું રોકાણ કરાવ્યું હતું.

શરૂૂઆતમાં નફો આપી દંપતિને વિશ્વાસમાં લીધા હતાજે બાદ વિજય માંડલિક નામનો શખ્સ મસમોટી રકમ ઓળવી જઇ ફરાર થઇ જતા હિનાબેને વિજય ગોરધનભાઇ માંડલિક વિરૂૂદ્ધ ભરતનગર પોલીસ મથકમાં છતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં હિનાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવ જેટલા યુવકો સાથે પણ શખ્સે ઠગાઇ કર્યાનું જણાવ્યું હતું.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement