ભાવનગરના ટીમાણા ગામે કૌટુંબિક ભાઇ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો, મૃતદેહ સ્વિકારવા ઇનકાર
તળાજા ના ટીમાણા ગામે પાંચ દિવસ પહેલા જમીન અને લગ્નપ્રસંગે ન બોલાવ્યા ના મામલે કૌટુંબિક ભાઈઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બે વ્યક્તિ એ મળી ત્રણ વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યા ની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં બંને આરોપીઓ ને પોલીસે કોર્ટ હવાલે કરતા કોર્ટે જેલ હવાલે કરેલ. બીજી તરફ આજે ગંભીર ઇજા પામેલ યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પરણીમ્યોછે.જેને લઈ હવે ફરિયાદી પક્ષ નું કહેવુ છેકે બે નહિ સાત આરોપીઓ છે તે તમામની ધરપકડ થાય બાદ જ શબનો કબ્જો લઈ દફન વિધિ કરવામાં આવશે.
ઇન્વેસ્ટિગેશન અધિકારી એ.બી.ગોહિલ પાસે થી મળતી વિગતો મુજબ ગત.તા.23 ના રોજ ટીમાણા ગામે રહેતા તૌફિક સુલ્તાનશા મોગલ ઉ.વ.22 એ પોતાના કુટુંબના સલીમશા હુસેનશા મોગલ અને તેના ભાણેજ અક્રમ અલતાફશા રફાઈ વિરુદ્ધ ફરિયાદી નોંધાવી હતી. જેમા બંને આરોપી એ ફરિયાદી ને રસ્તામાં આંતરી ને છરી વડે ઇજા પહોંચાડેલ. જેને લઈ ફોન કરતા ભાઈ હાજીશા ભીખુશા મોગલ અને સલીમશા ભીખુશા આવીજતા હાજીશા ને પેટના ભાગે અને સલીમશા ને છરી ના લસરકા મારેલ.આ જેમાં હાજીશા મોગલ ને ગંભીર ઇજાઓ પહોંચતા ભાવનગર સારવાર અર્થે ખસેડેલ જ્યાં આજે તેઓનું મોત નિપજેલ.આ બનાવ મા હુમલાખોર સલીમશા અને અક્રમશા ની પોલીસે અટકાયત કરી ને કોર્ટ હવાલે કરેલ જેમાં હાલ બંને આરોપીઓ જેલમાં છે. બીજી તરફ આજે હાજીશા નું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે ત્યારે ફરિયાદીપક્ષ એ મીડિયા ને જણાવ્યું હતુ કે આરોપી બે નહિ સાત છે જેમાં રજાક,અલ્તાફ અને અન્ય ત્રણ અજાણ્યા છે.આ તમામ ની ધરપકડ થયા બાદ જ દફન વિધિની કાર્યવાહી કરીશું. આ બનાવ કૌટુંબિક જમીન અને બાદ લગ્નપ્રસંગ હોય તેમાં ન બોલાવતા બનેલ.
ઇજાગ્રસ્તની ફરિયાદમાં બે જ આરોપી છે:પોલીસ
બનાવ ની તપાસ કરતા અધિકારી એ જણાવ્યું હતુ કે જ્યારે બનાવ બન્યો અને ત્રણ પૈકીના એક ઇજાગ્રસ્ત ની ફરિયાદ નોંધી તે સમયે તેઓએ આરોપી તરીકે બે આરોપી ના નામ નોધાવેલ છે.ઋઈંછ મુજબ બંને આરોપીઓએ કઈ રીતે કેમ હુમલો કર્યો તેનું વર્ણન છે હવે સાત આરોપી કહેછે!.જોકે પોલીસે વધુ આરોપીઓ બાબતે તપાસ હાથધરી હોવાનું ઉમેર્યુ હતું.