આજી જીઆઇડીસીમાં સીએટ કંપનીની નકલી ટ્યુબ બનાવવાનું કારખાનું ઝડપાયું
કંપનીના ઈન્વેસ્ટિગેશન ઓફિસરે પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો, ડાઇ અને ટ્યુબ સહિતનો મુદ્દામાલ જપ્ત
શહેરના આજી જીઆઈડીસીના મીરા ઉદ્યોગમાં આવેલા એક કારખાનામાં સીએટ કંપનીની વાહનોના ટાયરોની નકલી ટયુબો બનાવી વેંચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતાં કંપનીના ઈન્વેસ્ટીગેશન ઓફિસરે મોસળા પોલીસને સાથે રાખી દરોડો પાડતાં નકલી ટ્યુબોનો મોટો જથ્થો, ટયુબ પેક કરવાની બેગનો જથ્થો તેમજ સ્ટોલની ડાઈ મળી આવતા વતાં લાખોનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયો છે.જો કે કારખાનાના સંચાલક હાજર ન હોઇ તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગે થોરાળા પેલી હરિયાણા સોનીપતમાં આર્યનગરમાં રહેતાં અને પ્રાઈમ પીઆર કંપનીમાં ઇન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે નોકરી કરતાં સુશીલકુમાર રમેશકુમાર ચૌહાણ (ઉ.વ.38)ની ફરિયાદ પરથી આજી જીમાઈડીસી મીરા ઉદ્યોગમાં આવેલા સેયલ રબ્બર નામના કારખાનાના માલિક વિરૂૂધ્ધ બીએનએસની કલમો 318 (4) મુજબ સીએટ કંપનીની વાહનોના ટાયરોની ટ્યુબો બનાવી વેંચાણ કરવાનો ગુનો નોંધ્યો છે. કારખાનામાંથી રૂૂા. 11,31,500નો મુદામલ પણ કબ્જે લેવાયો હતો.
સુશિલકુમારે પોતાની કરિયાદમાં જણાવ્યું છે કે હું પ્રાઈમ આઈપીઆર કંપની કે જેની ઓફિસ નવી દિલ્હી ખાતે છે તેમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમારી સીએટ (ઈઊઅઝ) કંપનીને સેલ્સ માર્કેટીંગના માણસો મારફત માહિતી મળી હતી કે ગુજરાતના સજકોટમાં આજી જીમાઈડીસીમાં મીણ ઉદ્યોગમાં આવેલા રોયલ બબ્બર નામના કારખાનામાં સીએટ કંપનીની ટયુબનું કોપી રાઇટ થાય છે અને બજારમાં તેનું વેચાણ પણ કરવામાં આવે છે. આ હકિક્ત અમોને તપાસ કરી કોપીરાઇટ અંગે હેડ ઓફિસથી કાર્યવાહી કરવા લેટર આપવામાં આવતાં અમે રાજકોટ આવી થોરાળા પોલીસ સ્ટેશન ખાતે થાવા ઈન્ચાર્જને મળી માહિતીથી વાકેફ કર્યા હતાં.
આ પછી પોલીસના સ્ટાફને સાથે રાખી અમે મીરા ઉદ્યોગમાં આવેલા બાતમી મુજબના રોયલ રબ્બર નામના કારખાનામાં દરોડો પાડયો હતો. જ્યાં તપાસ કરતાં એક થેલામાંથી ઓટો કેટ પાવર કંપનીની 25 નંગ ટુવ્હીલની ટ્યુબ મળી આવી હતી. આ એક નંગ ટ્યુબની કિંમત પેકેટ પર રૂૂા. 330 લખેલી હતી. આવા કુલ 1950 નંગ મળી આવ્યા હતાં. જેની કિંમત 5,44,500 થતીહતી. તેમજ ટ્યુબ પેકીંગ માટેની ઓટો કેટ પાવર કંપનીની પ્રિન્ટવાળી પેકીંગ બેગ પણ મળી હતી. જેના પ્લાસ્ટીકના કુલ 21 થોળા મળ્યા હતાં. આ કોથળામાં 2700 નંગ હતા. જેની કિમત રૂૂા. 56700 થતી હતી. એક નંગની કિંમત આશરે 10 ગણી કુલ રૂૂા. 5,67,000ની બેગ કબ્જે કરાઈ હતી.
તેમજ અમારી કંપનીની પ્રિન્ટ માટે સખવામાં આવેલી સ્ટીલની ડાઈ રૂૂા. 20 હજારની પણ મળી હતી. આમ કુલ મળી રૂૂા. 11,31,500નો મુદામાલ કબ્જે કરાવ્યો હતો. ચેયલ રબ્બર નામના કારખાનામાં અમારી સી.એટ કંપનીના નામે વાહનોના ટાયરની ટ્યુબો બનાવી કોપીરાઈટ થતું હોઈ થોરાળા પોલીસમાં અમે ફરિયાદ દાખલ કરવી હતી. તેમ વધુમાં સુશિલકુમરે જણાવ્યું હતું. પીઆઈ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઈ એમ. એસ. મહેશ્વરી, ભરતસિંહ જાડેજા,નિલેષભાઈ તથા ડી. સ્ટાફની ટીમે કાર્યવાહી કરી સુશિલકુમારની ફરિયાદ પરથી ગુનો નોંધી આ કારખાનાના માલિક, સંચાલકની શોધખોળ હાથ ધરી છે.
નકલી ટ્યુબો જયપુર,ઇન્દોર અને જોધપુર સહિતના રાજ્યોમાં અડધા ભાવે સપ્લાય થતી!
ઈન્વેસ્ટીગેશન ઓફિસર સુશિલકુમાર ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે સીએટ કંપનીની નકલી ટ્યુબો બનાવીને આ કારખાનામાંથી જયપુર,ઇન્દોર, જોધપુર સહિતના રાજ્યોમાં સપ્લાય થતી હતી. એક અસલી ટયુબની કિંમત અંદાજીત 330 રૂૂપિયા હોય તો આ લોકો 100 કે 150ના ભાવે વેંચાણ કરતાં હોવાની અમને પ્રાથમિક માહિતી મળી હતી.