સાધુ વાસવાણી રોડ પર આવાસમાં રક્ષાબંધન પૂર્વે નશાખોર ભાઇએ બહેન અને પત્નીને બેફામ માર માર્યો
નાણાંવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટીમાં રહેતા ટીનાબેન રણજીતભાઈ ચૌહાણ(ઉ.વ.35)એ ફરિયાદમાં સાધુવાસવાની રોડ જનકપુરી સોસાયટીની સામે ક્વાર્ટરમાં રહેતા તેમના નાનાભાઈ સંજય કાળુભાઈ સાગઠિયાનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ટીનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.07/08 ના સાંજના મારા નાના ભાઈ સંજયભાઈ કે જે પોતાની પત્ની અંજુબેન રાઈજીંગ સ્ટાર પ્લેહાઉસમા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી હોય અને ફરજ દરમ્યાન આ એનો પતિ પોતાની પત્ની ઘરે આવ્યા બાદ ચારીત્ર્ય વિશે શંકા કુશંકા કરી પોતાની પત્ની અંજુબેન ને વાળ પકડી મારકુટ કરતો હોય તેમજ મારા માતા જયાબેન વચ્ચે પડતા તેને પણ ઢીકા પાટુ નો મુંઢ માર મારી ઘરે હાજર રહેલ મારા સગા મોટા ભાભી લક્ષ્મીબેન કિશનભાઈ સાગઠીયાને પણ ગાળો દઈ મારકુટ કરતો હોય તેવો આ મારા ભાભી અંજુબેનનો મારા પર ફોન આવેલ કે તમારા ભાઈ મને તથા તમારા માતા તથા ભાભીને માર કુટ કરે છે તો તમે ઘરે આવો અને તમારા ભાઈ ને સમજાવો.
આમ ફોન આવતા હું રાત્રીના આઠેક વાગ્યે ઘરે જઈ સમજાવતા આ મારા ભાઈ ને ઘણી આજીજી કરી હોવા છતા એકદમ ઉશ્કેરાય જઈ મારી ઉપર જેમ ફાવે તેમ હાથ પગ વડે ઢીકાપાટુ નો માર મારવા લાગતા મે તથા મારા ભાભીએ 100 નંબર તેમજ 181 મા ફોન કરેલ જેવો પોલીસને ફોન કરતા આ મારા સગા નાનાભાઈ સંજયે મને તારી ભાભી ને તુ ધંધા કરવા તેમજ કરાવવા લઈ જાશ તેમ કહી હવે મારા ઘરે આવી તો તને હું જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ સંજય કાઈ કામધંધો કરતો ન હોય અને ગમે ત્યારે તેની પત્ની અને મારી પાસેથી દવાખાનાના બહાને દારૂૂ પીવા માટે પૈસા લઇ જતો હોય જેથી તેમને દારૂૂ પીવાના પૈસા ન આપતા તે માથાકુટ કરતો હોય એ અંગે ફરિયાદ નોંધાવી હતી.