ઉદ્યોગનગર કોલોનીમાં બાજુમાં બેસવાનું કહી નશાખોરે યુવાનને અને તેના શેઠને માર માર્યો
ગોંડલ રોડ પર ઉદ્યોગ નગર કોલોની માં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતાં રામબાલક સેતુભાઇ આત્મઝસેતુ ચોરસીયા(ઉ.વ.25)ને નશાખોર ગંજેન્દ્ર જાદવે બાજુમાં બેસવાનું કહી મારમાર્યો હતો અને તેમને બચાવવા ગયેલા તેમના શેઠ રજનીકાંતભાઈને પોલીસથી બીતો નથી કહી ધમકી આપી હતી.જોકે પોલીસ ત્યાં આવતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
રામબાલકે ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.23/11ના રાત્રીના સાડા નવેક વાગ્યે હું જમવા માટે જતો હતો. ત્યારે અમારા ઘરના ચોક પાસે રહે છે. તે ગજેન્દ્ર બાહદુરભાઇ જાદવ કે નશાની હાલતમાં ત્યાં બેઠો હોય અને તેને મને ત્યાં બોલાવેલ અને મને કહેલ કે તુ અહી મારી બાજુમાં બેસ તેમ મને વાત કરતા મે કહેલ કે મારે જમવાનુ બાકી છે.તેમ કહી હું નીકળવા લાગતા આ ગજેન્દ્ર બાહદુરભાઇ જાદવ ઉશ્કેરાઇ ગયેલ અને મને મારી ડોક પકડેલ અને પાટુ મારી મને કહેલ કે અહી બેસ મારી પાસે નકર તને હું જાનથી મારી નાખીશ.
જેથી મને આ ગજેન્દ્ર બાહદુરભાઇ જાદવ મને માર મારતો હોય જેથી મે મારા શેઠ રજનીકાંન્ત ભાઈ ને ફોન કરતા શેઠ રંજનીકાંન્તભાઇ ત્યાં આવેલ અને તેઓ એ મને વધુ મારથી મને બચાવેલ અને આ શેઠ રજનીકાંન્ત ને પણ આ ગજેન્દ્ર બાહદુરભાઇ જાદવને ગાળો આપવા લાગેલ અને મારા શેઠને કહેલ કે તુ અહીથી જતો રહે. નકર તને પણ જાનથી મારી નાખીશ તેમ કહી મારા શેઠ ને કહેલ તારે પોલીસ બોલાવવી હોય તો બોલાવી લે હું પોલીસ થી બીતો નથી.તેમ કહી અમારા લતાના માણસો ભેગા કરેલ હતા અને પોલીસ ની ગાડી આવતા આ ગજેન્દ્ર બાહદુરભાઇ જાદવ ત્યાંથી ભાગી ગયેલ હતો.આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
