દારૂ પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસનો રાજકીય આગેવાનને બચાવવાનો ખેલ, FIR બદલી નાખી
ડી.એચ કોલેજ ગેઇટ પાસેથી દારૂ સાથે ઝડપાયેલા બે શખસોની પુછપરછમાં વોર્ડના પ્રમુખનું નામ ખુલ્યા બાદ પોલીસે નામ કાઢવા જૂની FIR ઓનલાઇન ચડાવી દીધી ?
રાજકોટનાં ડી. એચ કોલેજ ગ્રાઉન્ડમાથી દારૂની બોટલ સાથે બે વિધાર્થીઓ ઝડપાયા બાદ આ દારૂ સપ્લાયમા એક રાજકીય અગ્રણીનુ નામ ખુલ્યુ હોય ત્યારે આ દારૂની બોટલ સાથે ઝડપાયેલા બંને શખસો સામે નોંધાયેલ ગુનાની આખી એફઆઇઆર બદલાય જતા આ મામલે અનેક તર્ક વિર્તક સર્જાયા છે ઓનલાઇન એફઆઇઆરમા દારૂ સાથે પકડાયેલા બંને આરોપીઓનાં નામ સાચા બતાવ્યા છે . જયારે ગુનાની વિગતમા એસટી બસનાં કંડકટરને દારૂ પીધેલા અને બે બોટલ સાથે ઝડપાયાની માહીતી દર્શાવવામા આવી છે. આ વિગતો ભુલથી દર્શાવવામા આવી છે કે પછી જાણી જોઇને રાજકીય આગેવાનને બચાવવાનો ખેલ છે તે મામલે ભારે ચર્ચા જાગી છે.
શહેરનાં એ ડીવીઝન પોલીસ સ્ટાફે ડી. એચ કોલેજ ગ્રાઉન્ડમાથી ગેઇટ પાસેથી જીજે 3 કે 6515 નંબરનાં એકટીવામા દારૂની એક બોટલ સાથે એજી ચોક સદગુરુ કોલોની ફલેટ નં 201 મા રહેતા ઋષભ કલ્પેશ દેસાઇ અને ગોંડલ રોડ જકાત નાકા ગીતાનગર શેરી નં ર મા રહેતા શુભમ પ્રદીપ થાનકીને ઝડપી લીધા હતા. આ મામલે પુછપરછમા વોર્ડનાં પ્રમુખનુ નામ ખુલ્યુ હોય જે મામલે પોલીસે ઋષભ અને શુભમ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી તો કરી હતી. પરંતુ જેનુ નામ સપ્લાયર તરીકે ખુલ્યુ તેની ભલામણ આવતા આ મામલે મોટો ખેલ રચાયો હતો. એ ડીવીઝન પોલીસનાં ઓનલાઇન એફઆઇઆરમા આરોપીનાં નામ સાચા દેખાડવામા આવ્યા જયારે બીજા પેઇઝ પર એફઆઇઆરની માહીતીમા ફેરફાર કરી એફઆઇઆર બદલી નાંખવામા આવી અને તેમા જુની માહિતી દર્શાવવામા આવી છે.
જેમા ગોંડલ રૂટની એસટી બસનાં કંડકટર દારૂ પીધેલી હાલતમા અને દારૂની બોટલ સાથે મળી આવ્યાનુ જણાવવામા આવ્યુ છે આ સમગ્ર પ્રકરણમા એફઆઇઆર બદલી નાખવામા આવી કે ભુલથી બદલાય ગઇ તે મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અને આ મામલે ડીસીપી દ્વારા પણ તપાસનાં આદેશ અપાયા છે.
