સાઈબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેંક ખાતું ભાડે આપનારને રૂા.10 હજાર કમિશન અપાતું
ઢેબર રોડ પરની પારેખ ચેમ્બર સ્થિત ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખોટા સિક્કા, ખોટી પાર્ટનરશીપડીડ, પાનકાર્ડ, ઉધ્યમ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટના આધારે 7 પેઢીના નામના બોગસ ઓનલાઈન ગેમીંગના રૂૂા.10 કરોડ જમા થયા હતા. જેનો ખુલાસો થયા બાદ ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસે 9 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં હિતેન્દ્ર ખુંગલા, રોમેશ અમીરભાઈ મુખીડા, મીત અને તેના પિતા લાલબહાદુર નરોત્તમ ગુપ્તા ઉપરાંત આ તમામને બેન્ક ખાતા ખોલાવવાનું કહેનાર મુખ્ય સૂત્રધાર પ્રવીણ પરશોતમ સંખારવાનો સમાવેશ થાય છે. આ પાંચેય કોટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ હાથ ધરી છે.
બોગસ પેઢીના નામે બેન્ક ખાતા ખોલાવનાર દરેક આરોપીને દર મહિને રૂૂા. 10-10 હજાર આપવામાં આવતા હતા. દરેક પેઢીમાં બે ભાગીદારોના નામે બેન્ક ખાતા ખોલાવાયા હતા. જેથી આ બંને ભાગીદારીને ખાતા ખોલાવતી વખતે રૂૂા. 10 હજાર તો અપાયા જ હતા. પરંતુ તે સાથે દર મહિને પણ રૂૂા. 10-10 હજાર અપાતા હતા. મુખ્ય સૂત્રધાર પ્રવીણે પણ પોતાના બે ખાતા આપ્યા હતા. જેથી તેને પણ દર મહિને રૂૂા.20 હજાર મળતા હતા. આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ મુંબઈનો આશિષ છે. જો કે તેના વિશે સાયબર ક્રાઈમ પોલીસને કોઈ માહિતી મળી નથી. તેના કહેવાથી જ પ્રવીણ અને રાજેન્દ્ર નામનો શખ્સ બોગસ પેઢીના નામે ખાતા ખોલાવવાનું કામ કરતા હતા. બીજી તરફ રાજકોટની આઈસીઆઈસીઆઈ બેન્કમાં કેતન કિશોરભાઈ કિશોરભાઈ બોપલીયા અને છત ભરતભાઈ કુકડીયાએ ખોલાવેલા ખાતામાં સાયબર ફ્રોડના રૂૂા.3 કરોડ, જમા થયાનો ખુલાસો થયા બાદ આ બંને સામે પણ ગઈકાલે સાયબર ક્રાઈમ આ બંને આરોપીઓની સાયબર કાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પુછપરછ કરતાં એક-બીજા ઉપર આરોપ નાખી તપાસનીશોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાથ ર્રાજસિંહ ગોહીલ, સાઈબર ક્રાઈમના ઇન્ચાર્જ એસીપી સી. એમ.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ જે.એમ.કૈલા, એમ. એ.ઝણકાત, પીએસ આઈ પી.જી. આલ, પી.આર. ડોબરીયા, એ.એસ.આઈ દિગ્વિજય ઝાલા, લાભુબેન મોઢવાડીયા, દીલીપભાઈ કુમરખાણીયા, ભરતભાઈ ખોડભાયા, હર્સરાજસિંહ સહદેવસિંહ, જયપાલસિંહ સોલંકી, પીન્ટુભાઈ રાઠોડ, સત્યજીતસસિંહ ગોહીલ, પ્રવીણભાઈ ડાભી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.