વઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક લાખની કિંમતની ગાય લેવાની માંગણી કરતા પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રને લાગી આવતા આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયો છે.
વઢવાણમાંઆવેલ કાંગશીયાપરામાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતા યોગેશ ગોવિંદભાઈ નાંઘા ઉ.21 નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પરિવારને જાણ થતા યુવકે બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયો હતો ત્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી વઢવાણ પોલીસને જાણ કરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં યુવક બે ભાઈ-બહેન છે. અને ઘરે બેઠા ધો.11નો અભ્યાસ કરી માલઢોરનું કામ કરે છે. તેને એક લાખ રૂૂપિયાની ગાય લેવી હોય પરંતુ પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવા મુદે ઠપકો આપેલ જેથી યુવકને માઠું લાગી આવતા પગલું ભર્યુ હોય પરંતુ પરિવારને જાણ થતા યુવકનો જીવ બચી ગયો હતો.