નાણાવટી ચોક પાસે ઘડિયાળ રીપેર કરાવવા જતા વૃધ્ધાના ગળામાંથી 1.60 લાખના ચેઇનની ચીલઝડપ
રૈયાધાર વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતા મધુબેન અનિલભાઇ દુધરેજીયા(ઉ.વ.65)ગત તા.10ના રોજ ઘરેથી નાણાવટી ચોકમાં ઘડિયાળ રીપેર કરાવવા જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ના ચાલકે તેમણે પહેરેલ 1.60 લાખનો સોનાનો ચેઇન ઝુંટવી લઈ જતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મધુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.10/08ના રોજ સાંજના હું મારા ઘરેથી નાણાવટી ચોક પાસે આવેલ દુકાન ખાતે મારે ઘડીયાળનું રીપેરીંગ કરાવવું હોય જેથી હું ગયેલ. અને મારી પાસે મારા ગળામાં એક સોનાનો પ્લેન ચેન હતો જેનો વજન 17.120 ગ્રામ અને તેની હાલની કીંમત આશરે રૂૂ. 1,60,000/- છે જે ચેન હું ગળામાં પહેરેલ રાખતી બાદ હું ઘડીયાળની દુકાનેથી ઘડીયાળ રીપેરીંગ કરીને પોણા છએક વાગ્યાની આસપાસ નાણાવટી ચોક પાસેથી ચાલીને રામાપીર ચોકડી તરફ જતી હતી.ત્યારે રસ્તામાં નાણાવટી ચોક થી રામાપીર ચોકડી વચ્ચે આવેલ શિવ શક્તિ ટુલ્સની પાસે પહોચતાં મારી સામેની બાજુથી આવેલ એક અજાણ્યા બાઈકના ચાલકે મારા ગળામાં ઝોટ મારી મેં ગળામાં પહેરેલ સોનાનો ચેઇન ખેંચતાં મારા ગળાના ભાગે જટકો લાગતાં હું નીચે પડી ગઈ હતી.
આ મામલે તે બાઈકનો ચાલક હું તેની સામે જોઉ તે પહેલા નાસી ગયો હતો અને ત્યારબાદ મેં મારા દીકરા ચિરાગને ફોનથી જાણ કરીને વાત કરેલ કે, મારો સોનાનો ચેઇન જેનો વજન 17.120 ગ્રામ હોય કોઇ અજાણ્યા બાઈકનો ચાલક મારા ગળામાંથી ખેંચીને ઝુંટવી ગયેલ હોય એ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.