ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો: 50 વર્ષના ઢગાએ સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

01:26 PM Jun 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ જિલ્લામાં પિતા પુત્રીના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે.ધોરાજી પંથકના એક ગામમાં 50 વર્ષના વિકૃત ઢગા એ તેની જ 15 વર્ષની પુત્રી પર નજર બગાડી અવારનવાર દુષ્કર્મ આચરી બે માસનો ગર્ભ રાખી દેતા ખળભળાટ મચી ગયો હતો.આ અંગે પાટણવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે વિકૃત શખ્સની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મળતી વિગત મુજબ,ધોરાજી પંથકના એક ગામમાં રહેતી પરિણીતાના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં તેના સગા બનેવીનું નામ આરોપી તરીકે આપતા પાટણવાવ પોલીસ મથકની ટીમે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, પોકસો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણવાવ પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગામમાં રહેતા 50 વર્ષીય ખેડૂતે થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા. તેમની પત્ની તેમની સાથે આંગળિયાત 15 વર્ષની પુત્રી અને એક પુત્ર પણ સાથે લાવી હતી. તે સગી પુત્રી ધોરણ 10 માં અભ્યાસ કરે છે.

થોડા સમય પહેલા જ સગીરાએ તેમને પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ માતાને કરી હતી. જેથી માતા તેમને સારવાર માટે દવાખાને લઈ જતા સારવાર કરનાર તબીબે આપેલા જવાબથી તેની માતાની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.તબીબે જણાવ્યું હતું કે, તમારી 15 વર્ષની પુત્રીને બે માસનો ગર્ભ છે, જે જવાબથી અવાચક થયેલી મહિલાએ તુરંત જ ઘટના અંગે તેના સગા ભાઇને જાણ કરતા તુરંત જ દોડી આવેલ તેના ભાઈએ ભાણેજની પૂછપરછ કરતા ચોંકવનારા ખુલાસા સામે આવ્યા હતા. ભોગ બનનાર સગીરાએ જણાવ્યું હતું કે, તેના સાવકા પિતાએ જ તેમની પર ખરાબ નજર નાખી હતી.

તેમજ અવારનવાર ધમકીઓ આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ઘટનાની જાણ થયા બાદ મહિલા તેના ભાઈ અને સગીર પુત્રી સાથે પોલીસ મથકે દોડી આવ્યાં હતાં.પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.વધુમાં મળેલ વિગત મુજબ, 50 વર્ષનો આરોપી ખેતીકામ કરે છે. તેને કરેલ કુકર્મથી તેના પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsrape case
Advertisement
Next Article
Advertisement