રાજકોટ સ્પર્ધામાં જઇ રહેલી છાત્રાની છેડતીનો મામલો, કોચ અને વિદ્યાર્થીની ધરપકડ
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની એક કોલેજની વિદ્યાર્થિનીની છેડતી મામલે કોલેજના રમતગમત કોચ અને એક વિદ્યાર્થી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોલેજની વિદ્યાર્થિનીઓ સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઈ હતી. ત્યાંથી પરત ફરતી સમયે એક વિદ્યાર્થિની સાથે ખાનગી વાહનમાં વિદ્યાર્થી દ્વારા છેડતી કરવામાં આવી હતી. જેનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
સાવરકુંડલાની એક કોલેજની વિદ્યાર્થીનીઓ 28મી સપ્ટેમ્બર 2024ના રોજ રાજકોટ યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી કોલેજની વિદ્યાર્થીની સાથે શારીરિક શિક્ષણના પ્રોફેસર(કોચ) પણ સાથે ગયા હતા સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિનીઓ અને પ્રોફેસર ખાનગી વાહનમાં અમરેલી આવવા રવાના થયા હતા. વિદ્યાર્થિનીઓ રમતગમતના કોચ આરોપી એજાઝ કાઝી સાથે પરત આવી રહી હતી ત્યારે કોચ દ્વારા રસ્તામાંથી કોલેજના વિદ્યાર્થી સાબિર મલેકને વાહનમાં બેસાડ્યો હતો જે એક વિધાર્થિનીની બાજુમાં બેસી ગયો હતો અને ચાલુ વાહનેજ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરી ધમકી આપી હતી.જેનો વીડિયો વાઈરલ થયા બાદ પીડિત વિદ્યાર્થિની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ડી.વાય.એસ.પી.અશોક સિંહ ગોહિલએ જણાવ્યું હતું કે,સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો રજિસ્ટ્રેશન કરવામાં આવ્યો છે ગ્રામ્ય વિસ્તારની દીકરી કોલેજમાં અભ્યાસ કરી કબડ્ડી રમતી હતી.
આ દીકરીને આશરે 8 મહિના પહેલા આરોપી સાબિર મલેકએ છેડતી કરી હતી. ત્યારબાદ ગત 28 તારીખે રાજકોટ ખાતે કબડ્ડી રમવા ગયા હતા જેના કોચ તરીકે એઝાઝ કાજી સાથે ગયા હતા. પરંતુ એજાઝ કાજીએ તેમની સાથે બોયઝ ટીમના કેપ્ટન સાબિર મલેકને સાથે લીધેલ ત્યારબાદ વિદ્યાર્થિનીની બાજુમાં બેસી શારીરિક છેડછાડ કરતા વીડિયો વાયરલ થયા બાદ ગુન્હો નોંધાયો હતો. હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે.બંને સામે છેડતીનો ગુન્હો નોંધાયો છે આમાં કોચ છે તેણે કોલેજની મંજૂરી વગર સાબિર મલેક વિદ્યાર્થી કેપ્ટન સાથે લઈ જવાના કારણે આ બનાવ બનેલ છે.છેડતીનો વીડિયો વાઈરલ થયો હતો