કુવાડવામાં કૂટણખાનું ચાલતું હોવાનો વીડિયો વાઇરલ કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો
ચોટીલા પાસે સપના હોટલની પાછળ જયોતિનગરમા રહેતા અમિત વશરામભાઇ પરમાર (ઉ.વ. ર9) નામના યુવાને આરોપી તરીકે દિલીપ ગમારા અને સંજય પોપટનુ નામ આપતા બંને સામે એટ્રોસીટી એકટ, મારામારી અને ગાળો આપવા અંગેની કલમ હેઠળ બી ડીવીઝન પોલીસ મથકમા ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટનામા એસસીએસટી સેલનાં એસીપી સી. એમ. પટેલ તપાસ ચલાવી રહયા છે.
અમિતભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા 23 ફેબ્રુઆરીનાં રોજ સાંજનાં આઠેક વાગ્યે બેડી ચોકડી પાસે હતા ત્યારે તેમનાં મોબાઇલ પર ફેસબુક આઇડી પર મચ્છુ ન્યુઝ નામનાં પેઇઝ પર એક વીડીયો જોયો હતો અને તેમા કુવાડવા પોલીસ ચોકીની સામે દ્વારકાધીશ હોટલવાળી શેરીમા કુટણખાનુ ચાલે છે. જે કુટણખાનુ ચોટીલા રહેતા અમીતભાઇ પરમાર ચલાવે છે તેવુ બતાવવામા આવ્યુ હતુ. જેથી તા ર4 નાં રોજ મચ્છુ ન્યુઝ પેઇઝનાં એડમીન દિલીપ ગમારાનો સંપર્ક કરી તેમને ફોન કરી અને જણાવ્યુ કે તમે ખોટા આક્ષેપો શું કરો છો. ગઇકાલનાં કુટણખાનાનાં વીડીયોમા મારુ ખોટુ નામ શું કામ લખ્યુ છે. હુ ચોટીલા રહુ છુ. હુ આવા ખોટા ધંધા કરતો નથી. ત્યારબાદ આરોપી દિલીપે આ મામલે ગાળાગાળા કરી હતી અને કહયુ કે તારુ નામ તો રહેશે જ જે કરવુ હોય તે કરી લેજે અને રૂબરૂ મળવાનુ કહયુ હતુ.
ત્યારબાદ ર6-ર નાં રોજ બપોરનાં સમયે અમિતભાઇ તેમના મિત્ર હર્ષદ સોલંકી, રાજુ રાજપરા એમ ત્રણેય બાઇકને કુવાડવા પોલીસ ચોકી સામે દ્વારકાધીશ હોટલે બેઠા હતા તે સમયે દિલીપ ગમારા અને તેમનો સાગ્રીત સંજય પોપટ ત્યા આવી પહોંચ્યા હતા અને તેમણે બળજબરીથી કુટણખાનુ ચલાવતો હોવાનુ સ્વીકારવાનુ કહયુ હતુ જેથી અમીતે એવુ કરવાની ના પાડતા બંનેએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને દિલીપે કહયુ કે હુ તારો બાપ દિલીપ ગમારા છુ તારાથી કાંઇ નહીં થાય અને વીડીયો પણ ડીલીટ નહી થાય. ત્યારબાદ બંનેએ બળજબરીથી આક્ષેપ સ્વીકારતો વીડીયો ઉતાર્યા હતો જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડીયામા બની બેઠેલા પત્રકારોનો રાફડો ફાટયો છે અને જેને લીધે સાચા પત્રકારોને પણ છાટા ઉડી રહયા છે. અગાઉ ઘણી વખત આવા સોશ્યલ મીડીયામા બની બેઠેલા પત્રકારો દ્વારા તોડનાં બનાવો પણ સામે આવે છે ત્યારે બી ડીવીઝન પોલીસે નીડર બની બની બેઠેલા દિલીપ ગમારા અને સંજય પોપટ વિરુધ્ધ કાયદાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.