રીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાનું નામ જાહેર કરનાર મહિલા વકીલ સામે ગુનો નોંધાયો
રીબડાના અમિત ખુંટ સામેના દુષ્કર્મ અને આપઘાત મામલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરી (ભોગ બનનાર સગીરા)નુ નામ તથા ઓળખ જાહેર કરનાર મહિલા વકીલ સામે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે મહિલા વકીલ વિરૂૂધ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.
મળતી વિગતો મુજબ રીબડાના મૃતક અમિત દામજી ખૂંટના ભાઈ મનીષ દામજી ખૂંટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા તેમજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરા અને તેની સહેલી પૂજા રાજગોર સહિત કુલ ચાર સામે અમિતને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવા (આત્મહત્યા માટે પ્રેરવા)ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સગીરા એ વકીલ ભૂમિકા પટેલ મારફતે કોર્ટમાં 12 જૂન 2025 ના રોજ 28 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી. જેમાં સગીરાને ગોંડલની શ્રી હોટલમાં બે દિવસ સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી હોવાનું અને આરોપી સગીરાને જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શ્રી હોટલમાં ગોંધી રાખી, માનસિક ત્રાસ આપ્યો અને ચોક્કસ લોકો વિરુદ્ધ નિવેદન આપવા માટે દબાણ કર્યું હોવાનું નિવેદન મહિલા વકીલ ભૂમિકા પટેલ દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવ્યું હતું. હતું.
આ મામલે પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાના કામે પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરીના પિતાની હાજરીમાં તેણીને ગુનાના કામે ડીટેઈન કરી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ, રાજકોટ ખાતે મોકલી આપેલ. બાદ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ, રાજકોટ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરીને-વડોદરા ખાતે બાળ સુધારણા ગૃહમાં મોકલી આપેલ. બાદ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરી (સગીરા)બાળ સુધારણા ગૃહમાંથી છુટ્યા બાદ તેઓના વકીલ ભુમીબેન પટેલે સગીરા પાસે મીડીયામાં એક ઈન્ટરવ્યુ અપાવેલ. તેમજ મીડીયા સમક્ષ વકીલ ભુમીબેન પોતે સગીરાનું નામ જાહેર કર્યું હતું. જે બાબતે સગીરાના પિતાને સોશીયલ મીડીયા મારફતે જાણ થતા પોતાની સગીર વયની પુત્રીની ઓળખ જાહેરમાં કરવા બાબતે વકીલ ભુમીબેન પટેલ વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવતા, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરીની સોશીયલ મીડીયામાં ઈન્ટરવ્યું અપાવી તેનુ નામ તથા ઓળખ સોશીયલ મીડીયાના જાહેર પ્લેટફોર્મ ઉપર જાહેર કરી સગીરા તથા તેના પરીવારની આબરૂૂને હાની પહોંચાડનાર વકીલ ભૂમિકા પટેલ વિરૂૂધ્ધ બાળકોને જાતીય સતામણી સામે રક્ષણ આપતો અધિનીયમ-2012 (પોક્સો) તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015 ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ,જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને ગોંડલ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલા માર્ગદર્શન હેઠળ,ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી કરી મહિલા એડવોકેટની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે.