રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કુવાડવા પાસેથી રૂા.1.26 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર પકડાઇ

03:41 PM Jul 31, 2024 IST | admin
Advertisement

લીંબડીથી કટિંગ કરી 276 બોટલ દારૂ રાજકોટના બૂટલેગરને સપ્લાય કરવાનો હતો

Advertisement

તહેવારો પૂર્વે રાજકોટમાં બુટલેગરો પ્યાસીઓ માટે છાણે-ખુણે દારૂની વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પાસે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે રૂા.1.26 લાખની કિંમતની 276 બોટલ દારૂ ભરેલી સ્વીફટ કાર સાથે ચુડા ગામના શખ્સને ઝડપી લીધો હતો. આ દારૂ રાજકોટના બુટલેગરને સપ્લાય કરવાનો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પાસે બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.જે.હુણ અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જી.જે.05સીએલ 8501 નંબરની સ્વીફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને અટકાવી હતી. કારની અંદર સીટમાં તેમજ ડેકીમાં છૂપાવેલી અલગ-અલગ બ્રાન્ટની દારૂની 276 બોટલ મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે 1.26 લાખનો દારૂ તથા 2 લાખની કાર મળી રૂા.3.31 લાખનો મુદ્દામાલ કબજે કરી કારના ચાલક સુરેન્દ્રનગરના ચુડા ગામના મનદિપસિંહ ઉર્ફે સહદેવસિંહ દિગ્વીજસિંહ ઝાલાને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો લીંબડીથી કટીંગ કરીને લાવવામાં આવ્યો હતો. અને રાજકોટના બૂટલેગરને સપ્લાય કરવાનો હતો. તે પૂર્વે જ ક્રાઇમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો.

ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસસીપી ભરત બસીયાની સૂચનાથી પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ તથા ટિમના નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા, પ્રદિપસિંહ જાડેજા, અમિતભાઇ, સંજયભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Tags :
alcoholcrimegujaratgujarat newsrajkotrajkot newsrajkotpolice
Advertisement
Next Article
Advertisement