For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં પ્રેમપ્રકરણમાં સરાજાહેર વેપારીની હત્યા

12:59 PM Jan 16, 2025 IST | Bhumika
ભાવનગરમાં પ્રેમપ્રકરણમાં સરાજાહેર વેપારીની હત્યા

Advertisement

ત્રણ શખ્સોએ સરાજાહેર છરીથી હુમલો કર્યો હતો: આરોપીઓને ઝડપી લેવા ટીમો બનાવાઈ

ભાવનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારના પથિકાશ્રમ પાસે મુસ્તુફા કાચવાલા નામના વેપારી યુવાન પર ત્રણ શખ્સે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા.આ બનાવ ની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

Advertisement

ખૂન ના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના માંણેકવાડી વિસ્તારમાં રહેતા મુસ્તુફા કાસીમભાઈ કાચવાલા નામના યુવાનની સરા જાહેર શાકમાર્કેટ પાસે આવેલ પથિક આશ્રમ પાસે તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.મુસ્તુફા કાસીમભાઈ કાચવાલા નામનો વેપારી યુવાન શાકમાર્કેટ પાસેથી પસાર થતો હતો ત્યારે ત્રણ શખ્સે સાથળ નાં ભાગે હથિયારના ઘા ઝીંકી દીધા હતા.યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ભરચક વિસ્તારમાં સરાજાહેર યુવાનની હત્યા કરાઈ હોવાની જાણ થતાની સાથે જ સી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે ડીવાયએસપી આર આર સિંઘલે જણાવ્યું હતું કે,મુસ્તુફા નામના યુવાનની હત્યા કરવાના આવી છે.અને ત્રણ શખ્સે યુવાનને સાથળના ભાગે હથિયારના ઘા ઝીંકી દેતા મુસ્તુફાનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.તેમજ મહિલાના મામલે ભોલું,રહેમાન અને આફતાબ નામના ત્રણ શખ્સે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે હત્યારાઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી લીધી છે. આ બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ દોડી ગયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement