ભાયાવદરમાં થાર ગાડી ધીમી ચલાવવાનું કહેતા વેપારીને ઉપલેટાના શખ્સની ધમકી
01:57 PM Dec 09, 2025 IST | Bhumika
ભાયાવદરનાં મયુર નગરમા રહેતા વેપારી બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપીઓ પોતાની થાર ગાડી પુરઝડપે ચલાવી નીકળતા તેઓની ગાડી ધીમી ચલાવવાનુ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ધમકી આપતા કહયુ કે તુ ઉપલેટા આવીશ તો તને જાનથી મારી નાખીશુ.
Advertisement
આ મામલે ભાયાવદર પોલીસમા ત્રણેય શખ્સો વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો છે.વધુ વિગતો મુજબ ભાયાવદરનાં મયુરનગરમા રહેતા યશ કાંતીભાઇ ડઢાણીયા નામનાં રર વર્ષનો પટેલ યુવાન બસ સ્ટેશન પાસેથી પસાર થતો હતો ત્યારે આરોપીઓ થાર ગાડી પુરઝડપે ચલાવી નીકળતા તેઓને ગાડી ધીમી ચલાવવાનુ કહેતા ગાડીમા બેઠેલા ઉ5લેટા રહેતા વરુણ નારણ સુવા, રવી મકવાણા અને અર્જુનસિંહ સોલંકી સહીતનાઓએ યશને ધમકી આપી અને કહયુ કે તુ ઉપલેટા આવીશ તો તને જાનથી મારી નાખીશુ. આ ઘટના મામલે ભાયાવદર પોલીસ મથકનાં આર એન ડેરૈયાએ આરોપીને ઝડપી કાયદાનુ ભાન કરાવવા તજવીજ શરુ કરી છે.
Advertisement
Advertisement
