For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા

01:37 PM Dec 01, 2025 IST | Bhumika
જામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા

જામનગર જિલ્લાના મેઘપર ગામમાં સાયબર ફ્રોડ નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને મેઘપર ગામમાં લેબોરેટરી ચલાવતા એક લેબોરેટરીના સંચાલક સાયબર ચંચિયાઓની ચૂંગાલ માં ફસાઈ જતાં રૂૂપિયા અઢી લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ફ્લિપકાર્ટ માંથી પાર્ષલ મોકલનાર અજાણ્યા શખ્સે પાર્સલ મોકલવાના બહાને ઓટીપી મોકલી બેન્ક નો પાસવર્ડ મેળવી લીધા બાદ બેંક ખાતામાંથી રૂૂપિયા અઢી લાખની રકમ ઉપાડી લઈ ચીટીંગ કર્યાની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધવાઈ છે.

Advertisement

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના યાદવ નગર વિસ્તારમાં રહેતા અને મેઘપર પંથકમાં લાઈફ કેર લેબોરેટરી ચલાવતા સંજયભાઈ ભીખાભાઈ લગારીયા નામના 35 વર્ષના યુવાને મેઘપર પડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સો એ પોતાના બેંક ખાતામાંથી બે કટકે અઢી લાખ રૂૂપિયા નું ટ્રાન્જેક્શન કરી લઈ પોતાની સાથે છેતરપિંડી કર્યા ની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ફરિયાદી યુવાનને તેના મોબાઈલ ફોન પર એક મેસેજ આવ્યો હતો, અને ફ્લિપકાર્ટ માંથી બોલું છું, તેમ કહી ચીટર શખ્સ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો,

અને લેબોરેટરી સંચાલક પાસેથી કોઈપણ રીતે બેન્ક એકાઉન્ટ નંબર મેળવી લીધા હતા, અને ઓટીપી મોકલાવ્યા હતા, જે દરમિયાન બેન્ક ખાતામાંથી સૌપ્રથમ બે લાખ અને ત્યારબાદ બીજા 50,000 મળી કુલ અઢી લાખ ની રકમ ઉપડી લેતાં તુરતજ સાયબર સેલનો સંપર્ક સાધ્યો હતો, અને તેની સૌપ્રથમ ઓનલાઇન ફરિયાદ લેવામાં આવી હતી, ત્યારબાદ આ ફરિયાદને મેઘપર પડાણા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, અને ત્યાં સંજયભાઈ લગારીયા ની ફરિયાદના આધારે પોલીસે આઈટી એકટની કલમ 66(ડી) તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 319 (2) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement