For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાયાવદરના વેપારી સાથે રાજકોટનાં શખ્સે કરેલી 2.15 લાખની છેતરપિંડી

01:28 PM Jul 05, 2025 IST | Bhumika
ભાયાવદરના વેપારી સાથે રાજકોટનાં શખ્સે કરેલી 2 15 લાખની છેતરપિંડી

મવડી ચોકડીએ દુકાનનું ખોટુ સરનામું આપી 2.15 લાખના પાપડ ખરીદી ધમકી આપી

Advertisement

ભાયાવદરના સિનેમા રોડ પર રહેતા અને કિશન પાપડ ગૃહ ઉદ્યોગ નામે વ્યવસાય કરતાં વેપારીને રાજકોટનાં મવડી ચોકડી પાસે રાજ એન્ટરપ્રાઈઝ નામનું ખોટુ નામ ધારણ કરી એક ભેજાબાજે રૂા.2.15 લાખના પાપડ મંગાવીને રકમ નહીં ચુકવતાં આ મામલે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, ઉપલેટાના ભાયાવદર સિનેમા રોડ પર રહેતા અને કિશન પાપડ ગૃહ ઉદ્યોગ ચલાવતાં હાર્દિકભાઈ રમેશભાઈ જાવીયાએ નોંધાવેલી ફરિયાદમાં રાજકોટનાં મવડી ચોકડી પાસે રાજ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસનું ખોટુ સરનામું બતાવનાર જયસુખ ઉર્ફે રસીકભાઈ પટેલનું નામ આપ્યું છે. રાજકોટનાં જયસુખે ભાયાવદરના ગૃહ ઉદ્યોગ ચલાવતાં વેપારી હાર્દિકભાઈ પાસેથી કટકે કટકે રૂા.2.15 લાખની કિંમતના પાપડ ઉધારમાં ખરીદયા હતાં. આ રકમ ચુકવી દેવા અંગે અવારનવાર હાર્દિકભાઈએ જયસુખને ફોન કરતાં રકમ આપવા માટે ગલ્લા તલ્લા કર્યા હતાં અને જયસુખે હાર્દિકભાઈને ફોન ઉપર ઉઘરાણી બાબતે ધમકી આપી હતી.

Advertisement

હાર્દિકભાઈએ રાજકોટ ખાતે આપેલા મવડી ચોકડીના સરનામાએ તપાસ કરતાં રાજ એન્ટરપ્રાઈઝ નામની પેઢી જ નહીં હોવાનું અને જયસુખે ખોટુ નામ આપીને છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ જયસુખે આપેલા બન્ને મોબાઈલ પણ બંધ કરી દીધા હતાં. ભાયાવદરના વેપારી સાથે થયેલ 2.15 લાખની છેતરપીંડી મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement