ભાવનગરના વેપારી સાથે આર્મીમાં હોવાની ઓળખ આપી ગઠિયાએ 1.15 લાખ પડાવ્યા
વેપારીને એકના ડબલ કરવાની લાલચ આપી હતી
ભુંભલી ગામના પાટીયા પાસે કોળિયાક રોડ પર મીઠાઈની દુકાન ધરાવતા અને ઉત્તરપ્રદેશના વતની યુવકને આર્મીમાં હોવાની ઓળખ આપી મીઠાઈનો ઓર્ડર આપી એકાઉન્ટમાં ઓનલાઈન પૈસા ટ્રાન્ઝેક્શન કરાવી રૂૂ.1.15 લાખની છેતરપિંડી આચર્યાંની ફરિયાદ ઘોઘા પોલીસમાં નોંધાઈ છે.
ભુંભલી ગામના પાટીયા પાસે કોળિયાક રોડ પર મીઠાઈની દુકાન ધરાવતા અને ઉત્તરપ્રદેશના વતની નિરજ કાળીચરણ ભગેલે ઘોઘા પોલીસ મથકમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારક, એસબીઆઈ એકાઉન્ટ ધારક જીતેન્દ્રકુમાર મુસાફીરરામ ભારતી તથા પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટ ધારક કેશવ નામના શખ્સ વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આશરે 9 માસ પૂર્વે તેમના ફોનમાં એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને પોતે આર્મીમેન હોવાની ઓળખ આપી તેમની પાસેથી મીઠાઈ ખરીદવાની વાત કરી હતી. તેમજ આર્મીમાં ઓનલાઈન પેમેન્ટ કરવાની સિસ્ટમ છે જેમાં તમે મારા એકાઉન્ટમાં જેટલી રકમ નાખશો તેની ડબલ રકમ તમને પાછી મળી જશે તેમ કહી વિશ્વાસમાં લઈ તેમની પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ રૂૂ.1,15,548 ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. આ અંગે ઘોઘા પોલીસે ગુનો નોંધ્યો છે.