દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં કિન્નર સંચાલિત કૂટણખાનું ઝડપાયું
ત્રણ મહિલાઓને ત્યાંથી છોડાવતી પોલીસ : બે સામે ગુનો નોંધાયો
દ્વારકાના નવનિયુક્ત પીઆઇ અક્ષય બારસીયાને ચોક્કસ બાતમી મળેલ કે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં એક મહીલા પોતાના ઘરે બહારથી સ્ત્રીઓને બોલાવી વેશ્યાવુતીનુ કુંટણખાનુ ચાલાવી ગેરકાયદેસર રીતે સ્ત્રીઓને અટકાયતમા રાખેલ હોવાની હકીકત મળતા દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.એલ. બારસિયા તથા પોલીસ સબ ઇન્સપેકટર પી.કે.ડાંગર તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા મળેલ હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા દ્વારકા ના નરસંગ ટેકરી વિસ્તારમા એક મહીલા આરોપી તથા એક કિન્નર આરોપી દ્વારા આર્થીક રીતે મજબુર સ્ત્રીઓને રૂૂપિયાની લાલચ આપી લલચાવી બહાર થી વેશ્યાવૃતીનો ધંધો કરવા માટે સ્ત્રીઓ બોલાવી ધંધો કરવા માટે અન્ય વ્યક્તિ મેળવી આપી તેની પાસે વેશ્યાવૃતિનો ધંધો કરાવી વેશ્યાવૃતીના ધંધાથી પોતાનું ગુજરાન ચલાવી અને પોતાના રહેણાંક મકાનનો કુટણખાના તરીકે ઉપયોગ કરી અને આવી આર્થીક રીતે મજબુર સ્ત્રીઓને પોતાના ઘરમા વેશ્યાવૃતીનો ધંધો કરવા ગેરકાયદેસર રીતે અટકાયતમા રાખેલ હોય જે ત્રણ સ્ત્રીઓને છોડાવી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને ધોરણસર અટક કરી આગળની તપાસ દ્વારકા ઙઈંદ્વારા હાથ ધરવામા આવેલ છે.
આરોપીઓ જુબીબેન ઠ/ઘ જુસબભાઇ ઓસમાણભાઇ શેખ, જાતે મુસ્લીમ, ઉ.વ. 50, રહે. દ્વારકા નરસંગ ટેકરી એસીસી રોડ, તા.દ્વારકા જી.દેવભુમી દ્વારકા તેમજ કિન્નર સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનુસભાઇ આંબળા, જાતે ભડાલા મુસ્લીમ, ઉ.વ. 28, ધંધો મજુરી રહે. દ્વારકા નરસંગ ટેકરી એસીસી રોડ, તા.દ્વારકા જી.દેવભુમીદ્વારકા. બન્નેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખીયન છેકે આ કુકર ખાણું છેલ્લા કેટલાક સમયથી ચાલતું હતું તે અત્યાર સુધી કેમ ધ્યાને ન આવ્યું.