ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયામાં સામાજિક દૂષણ ફેલાવતો માથાભારે શખ્સ તડીપાર

11:27 AM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમાં સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તેમજ લુખ્ખાગીરી કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી અને પાસા કે તડીપાર જેવી દરખાસ્ત તૈયાર કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રશાસન દ્વારા આ અંગેનું લિસ્ટ તૈયાર કરી અને નક્કર કાર્યવાહી હાથ વધારવામાં આવી છે.

Advertisement

જેને અનુલક્ષીને જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા પ્રવિણ વસંતભાઈ રાઠોડ નામના શખ્સને ગેરકાયદેસર રીતે દેશી દારૂૂનું વેચાણ કરવા, જાહેરમાં દારૂૂનું સેવન કરવા, જાહેરમાં હથિયાર લઇને નિકળવા, ઝઘડો તેમજ તકરાર કરવાની કુટેવ ધરાવતો હોવાથી આ રીતે સમાજમાં દુષણ ફેલાવતા તથા જાહેર કાયદો અને વ્યવસ્થા નિભાવવામાં અડચણરૂૂપ બનતા આને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગઈકાલે મંગળવારે હુકમ કરીને અહીંના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ કે.કે. કરમટા દ્વારા ઉપરોક્ત શખ્સને દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર એમ ત્રણ જિલ્લામાંથી છ માસ માટે તડીપાર કરવામાં આવ્યો છે.

Tags :
crimegujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement