ચોટીલાના કાળાસર નજીકથી રાજકોટનો બુટલેગર 1.36 લાખના દારૂ સાથે ઝડપાયો
દારૂના જથ્થા સહિત 5.43 લાખનો મુદ્દામાલ જપ્ત : ચોટીલાના શખ્સનું નામ ખુલ્યું
ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં કારમાંથી રૂૂ.1.36 લાખના દારૂૂના જથ્થા સાથે રાજકોટનો ખેપિયો ઝડપાઇ ગયો હતો. પોલીસે રાજકોટના ખેપિયા સહિત દારૂૂનો જથ્થો આપનાર ચોટીલાના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચોટીલા પોલીસે કાળાસર ગામની સીમ નજીક પુલ પાસે કારને રોકી તલાસી લેતા દારૂૂની 362 નંગ બોટલ (કિં.રૂૂ.1,36,010)નો દારૂૂ તથા સ્વીફટ કાર અને મોબાઇલ તથા બે હજાર રોકડા મળી કુલ રૂૂ.5,43,010ના મુદામાલ સાથે દિપકભાઇ દેવશીભાઇ ભાસ્કર (રહે. રાધીકા પાર્ક, કોઠારીયા પાર્ક, રાજકોટ) ઝડપાયો હતો.
પકડાયેલ શખ્સની પુછપરછ કરતા દારૂૂનો જથ્થો ચોટીલાના ઉદયભાઇ ખાચર પાસેથી લાવ્યો હતો અને હેરાફેરી કરતો હોવાનું જણાવતા પોલીસે બંનેે વિરૂૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લા ઘણા સમયથી ચોટીલા પંથકમાં દેશી સાથે ઇંગ્લીશ દારૂૂનું પણ મોટું નેટવર્ક ચાલતું હોવાનું તેમજ ચોક્કસ ગોઠવાયેલી સિસ્ટમ પણ કામ કરતી હોવાનું ચર્ચા છે. ત્યારે જે રીતે ચોક્કસ વિસ્તારોમાંથી ઇગ્લીશ દારુની હેરફેર ઝડપાય રહી છે તે જોતા પંથકમાં મસમોટો ઇગ્લીશ દારૂૂ ઠલવાઈ ગયાની પ્રબળ આશંકા ઉદભવી છે. ચોટીલા અને મોલડી પોલીસ મથકે સજાગ બની આ દિશામાં પણ તપાસ કરવાની જરૂૂરી હોવાનું જણાય છે.