લોઠડા ગામેથી 60 બોટલ વિદેશી દારૂ સાથે કોળી શખ્સ ઝડપાયો
રાજકોટમાં દેશી અને વિદેશી દારૂૂના બુટલેગર ઉપર પીસીબી સતત બોલાવી રહી છે ત્યારે રાજકોટની ભાગોળે લોઠડા ગામની સીમમાં પીસીબી એ દરોડો પાડી 60 બોટલ વિદેશી દારૂૂ સાથે કોળી શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીને રાજકોટ શહેરમાં દારૂૂ-જુગાર ની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.સી.બી.ની ટીમે બાતમી ના આધારે લોઠડા ગામ ભાયાસર રોડ પર મફતીયાપરા મકાનમાં દરોડો પાડી બુટલેગર જતીન બચુભાઇ બાવળીયા (ઉ.વ.23)ને 24 હજારની કિંમતની 60 બોટલ વિદેશી દારૂૂ સહિત 27,000 ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી હતી.પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયા, સાથે પીએસઆઈ એમ.જે.હુણ એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ ,કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઈ સોલંકી એ કામગીરી કરી હતી.