ધોરાજીમાં વોંકળામાંથી બાળકનું ભ્રૂણ મળ્યું
ધોરાજીનાં ઉપલેટા રોડ ઉપર આવેલ એક વોંકળામાથી નવજાત બાળકનુ ભૃણ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ ઘટનામા બાળકને જન્મ આપનાર માતાની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ધોરાજીનાં જુના ઉપલેટા રોડ અને રસુલ પર અને રાધાનગર પાસે આવેલ વોકળામાં પ્લાસ્ટિકની થેલી માં કોઈ ફેંકી દેવામાં આવેલ માનવ ભ્રૂણ મળી આવેલ ઘટના સ્થળે ધોરાજી પોલીસ તંત્ર સરકારી હોસ્પિટલ તબીબ અને જવાબદાર તંત્ર તાત્કાલિક પહોંચી અને આ ભ્રૂણ નો કબજો લઈ ફોરેન્સિક પીએમ અથવા ગાંધીનગર એફએસએલ માટે લઈ જવામાં આવેલ અને આ ઘટના માં સાક્ષી અને પોલીસ તંત્ર અને હોસ્પિટલ તબીબો ની હાજરી માં કામગીરી કરવામાં આવી આ ભ્રૂણ અંદાજે દસ થી બાર દિવસ નું તેવું અનુમાન અને આ કોઈ પોતાનું પાપ છુપાવવા માટે આવું કૃત્ય કર્યું હોઈ આ બાબતે ધોરાજી પોલીસ તંત્ર યોગ્ય તપાસ નો દોર કરી અને આવું કૃત્ય કરનાર ની શોધખોળ હાથ ધરી છે.