For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાલપુરના મોડપર ગામના 70 વર્ષના બુઝુર્ગ પર ત્રણ પાડોશીઓનો હુમલો

12:02 PM Aug 10, 2024 IST | Bhumika
લાલપુરના મોડપર ગામના 70 વર્ષના બુઝુર્ગ પર ત્રણ પાડોશીઓનો હુમલો
Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મોડપર ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર તેના પાડોશમાં જ રહેતા એક મહિલા સહિતના ત્રણ આરોપીઓએ મકાન પરથી પસાર થતો ઈલેક્ટ્રીક વાયર દૂર ખસેડી લેવાના મામલે તકરાર કર્યા પછી પથ્થર વડે હુમલો કરી માથું ફોડી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુરના મોડપર ગામમાં ટીંબા ઉપર રહેતા અને નિવૃત્ત જીવન જીવતા પુંજાભાઈ ખીમાભાઈ ચૌહાણ નામના 70 વર્ષના બુઝુર્ગે પોતાના માથા પર હુમલો કરી માથું ફોડી નાખી લોહીલુહાણ કરી નાખવા અંગે પાડોશમાં રહેતા રમેશ ભીખાભાઈ ચૌહાણ, બાબુ રમેશભાઈ ચૌહાણ, અને વાલીબેન રમેશભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પુંજાભાઈ ના મકાન ઉપરથી આરોપી રમેશ ચૌહાણ નો ઈલેક્ટ્રીક વાયર પસાર થતો હતો, જે વાયર અવારનવાર તૂટી જતો હોવાથી તે વીજ વાયરને અન્ય થાંભલા પર ખસેડી લેવા માટેનું પાડોશીઓને કહેવા જતાં ઉશ્કેરાઈ જઈ પથ્થર વડે હુમલો કરી દીધાનુ પોલીસમાં જાહેર થયું છે. તેઓને હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement