રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાપર-વેરાવળમાં 17 વર્ષના તરૂણે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યુ

04:00 PM Aug 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શાપર વેરાવળના પડવલામાં રહેતી એક 14 વર્ષની પરપ્રાંતિય સગીરા સાથે તેના પાડોશમાં રહેતા 17 વર્ષના તરૂણે એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ આ 14 વર્ષની સગીરા માતા બની હતી અને તેને બાળકીને જન્મ આપ્યો હતો. રાજકોટની હોસ્પિટલમાં દાખલ આ 14 વર્ષની તરૂણીની બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી 17 વર્ષના બાળ આરોપીની ધરપકડ પણ કરી છે.
મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ શાપર વેરાવળના પડવલા ગામે રહેતા એક પરપ્રાંતિય પરિવારની 14 વર્ષની પુત્રીને પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલે લાવવામાં આવી હતી. તબીબોએ તપાસ કરતાં તે સગર્ભા હોવાનું અને આઠ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.

તબીબી નિદાન બાદ આ 14 વર્ષની તરૂણીએ બાળકીને જન્મ આપ્યો હતો. આ મામલે તરૂણીની માતા એ તેની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે તેના પાડોશમાં રહેતા 17 વર્ષના સગીરે આ પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવી હોય જેથી તે ગર્ભવતી બની હતી.

આ મામલે ભોગ બનનાર તરૂણીની માતાએ શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, દુષ્કર્મ ગુજારનાર તરૂણનો પરિવાર બિહારમાં રહેશે. માતા પિતા બિહારમાં રહેતા હોય આ 17 વર્ષનો સગીર કે જે પડવલામાં રહી ફેકટરીમાં કામ કરતો હોય પાડોશમાં રહેતા મુળ ઉત્તરપ્રદેશના પરિવારની 14 વર્ષની પુત્રી ઉપર નજર બગાડી હતી અને પોતાના જાળમાં ફસાવી અને તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ભોગ બનનાર 14 વર્ષની તરૂણી આ 17 વર્ષના સગીરના દુષ્કર્મનો ભોગ બન્યા બાદ આ વાત પરિવારથી છુપાવી હતી અને થોડા દિવસો પૂર્વે તરૂણીને પેટમાં દુખાવો ઉપડતાં તે હોસ્પિટલે આવ્યા બાદ પરિવારજનોને આ મામલે જાણ થઈ હતી. અધુરા માસે બાળકીને જન્મ આપનાર આ 14 વર્ષની કુવારી માતા અને બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મુળ બિહારના 17 વર્ષના સગીર સામે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી શાપર પોલીસે તેની ધરપકડ કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsraped
Advertisement
Next Article
Advertisement