વેરાવળમાં દારૂના ત્રણ દરોડામાં 9959 બોટલ અને 763 બિયરના ટીન ઝડપાયા
વેરાવળ સહિત આસપાસના વિસ્તારમાં દારૂૂની રેલમછેલ કરવા બુટલેગરો એ સક્રિય રીતે નેકસેસ બનાવીને વેરાવળ શહેરમાં મોટો દારૂૂનો જથ્થો ઉતારીને જુદા જુદા સ્થળોએ છુપાવી રહ્યા હોવાની બાતમી એલસીબી અને ડીસ્ટાફ ને મળી હતી. જેને લઈ પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સુચનાથી એલસીબી પીઆઈ એમ.વી.પટેલ, પીએસઆઈ એ.સી.સિંધવ, સીટી પીઆઈ એચ. આર.ગૌસ્વામીના નેતૃત્વમાં ટીમો એ ગત રાત્રી દરમ્યાન વેરાવળના ખારવાવાડ અને કોળીવાડામાં ત્રણ સ્થળોએ સંયુક્ત દરોડા પાડીને મોટો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડેલ છે.
આ અંગે માહિતી આપતા એલસીબી પીઆઈ એમ.વી.પટેલ એ જણાવેલ કે, વિદેશી દારૂૂ અંગે વેરાવળમાં નામચીન બુટલેગરો ના રહેણાંક મકાનો અને ગોડાઉન ના ત્રણ સ્થળો પર દરોડા પાડી રૂૂ.20.57 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં પ્રથમ દરોડો ખારવા વાડમાં પીળી શેરીમાં લિસ્ટેડ બુટલેગર રવિ નાથા ભેંસલા ના રહેણાંક મકાન પર દરોડો પાડીને જુદી બ્રાન્ડ ની વિદેશી દારૂૂની 2771 બોટલો અને બીયરના ટીન નંગ 763 મળી કુલ રૂૂ.9,02,720 નો જથ્થા સાથે બુટલેગરોને ઝડપી પાડયો છે. જયારે બીજો દરોડો નાના કોળી વાડામાં લિસ્ટેડ બુટલેગર રમેશ બચુ વાજા ના રહેણાંક મકાન ઉપર દરોડો પાડીને રૂૂ.3.52 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો મળી આવેલ હતો.
બાદમાં જાણવા મળતા કોળી વાડા નજીક આવેલ ગજાનન કોમ્પલેક્ષમાં આ જ બુટલેગર રમેશ બચુ વાજા ના કબ્જાવાળા ગોડાઉનમાંથી મોટો દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બંન્ને સ્થળોએથી વિદેશી દારૂૂની 7188 બોટલો કી.રૂૂ.8,02,800 નો જથ્થો ઝડપી પાડયો હતો. આમ ત્રણેય સ્થળોએ મળીને કુલ રૂૂ.20.57 લાખનો વિદેશી દારૂૂનો જથ્થા સાથે બુટલેગર રવિ નાથા ભેંસલા અને રમેશ બચુ વાજાને ઝડપી પાડયા છે. જ્યારે આ દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર બુટલેગરો અમિત મનસુખ ઉનડકટ, રવિ રબારી ડારી વાળો અને મુસ્તાક ઉર્ફે બાઠું નૂરમામદ ચૌહાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડા અંગે પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.