99-મેરીગોલ્ડના બિલ્ડર વિરુદ્ધ 67 ફ્લેટધારકોની ફરિયાદ: ગ્રાહક કમિશનનું તેડું
રાજકોટ શહેરમાં નાનામવાના વિમલનગર મેઈન રોડ ઉપર રાધે હોલની સામે, આવાસ યોજનાની બાજુમાં થ99 મેરીગોલ્ડથ નામની રહેણાંકની બહુમાળી ઈમારતમાં બિલ્ડર્સ દ્વારા પ્રોજેક્ટના બ્રોશરમાં દર્શાવેલી ફેસેલીટીસ, એમેનિટીસ પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા બાદ નહીં અપાતાં 67 જેટલા ફ્લેટહોલ્ડરો દ્વારા ગ્રાહક તકરાર કમિશનમાં ફરિયાદ થતા બિલ્ડરને આગામી મુદતે હાજર થવા ફરમાન થયું છે.
આ અંગેની હકીકત મુજબ 99-મેરીગોલ્ડ પ્રોજેક્ટનું બાંધકામ કરવા માટે સને-2021માં બાંધકામ પ્લાન રા.મ્યુ.કોર્પો.માં મંજુર કરાવ્યા બાદ કંમ્પલીશન સર્ટિફિકેટ તા. 11/1/24ના રોજ મેળવ્યા બાદ આશરે 70 જેટલા ફ્લેટના બિલ્ડરે વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા.
દરમિયાન બિલ્ડરે ફલેટ વેંચાણ કરતી વખતે કરેલા બ્રોશરમાં વિવિધ ફેસેલીટી અને એમેનીટીઝ જેવી કે, ઓપન એર થિયેટર, ગઝેબો, મંદિર, વોકિંગ ટ્રેક, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, 24 કલાક સિકયુરીટી, કોમન બોર, ઈલેક્ટ્રીક રૂૂમ, જનરેટર વિગેરે આપવાનો ઉલ્લેખ કરેલ. તેમજ દરેક બાબતે સારી ગુણવતાના મટીરીયલ્સના વપરાશ અને સુવિધાઓ બતાવી ફ્લેટ વેચાણ કર્યા હતા.
ફલેટનો કબ્જો મેળવી સ્થળ ઉપર રહેવા જતા ફલેટધારકોને માલુમ પડેલ કે, ઓપન થિયેટરના નામે ચિલાચાલુ કંપનીનું પ્રોજેક્ટર આપી દીધેલ, તેની ઈલેકટ્રીક લાઈન કે વિઝયુઅલ સ્ક્રીન, ઓપન થિયેટર સ્પીકર વિગેરે આપેલ નથી. ગઝેબોના નામે લોખંડના પાઈપ ઉપર છાપરા નાખી ઝુંપડું બનાવેલ. અગાસી સહિતની ફ્લોરિંગ ટાઈલ્સમાં હલકું મટીરીયલ વપરાશ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ બ્રોશરમાં બતાવ્યા છતાં બનાવવામાં આવેલ નથી.
ફાયર ફાઈટીંગ સિસ્ટમના કોઈ ગેરેંટી વોરંટી કાર્ડ ફ્લેટ ધારકોને આપવામાં આવેલ નથી, આ ઉપરાંત બ્રોશરમાં એમિટીઝ ફેસીલીટીસ નહીં અપાતા આ બાબતે બિલ્ડરને મળતા તેણે અલગ અલગ બહાનાઓ કરી સમય વ્યતિત કરેલ છે. અને છેલ્લે થાય તે કરી લેવા જેવો તોછડો જવાબ આપેલ છે. જેથી 80માંથી 67 ફલેટધારકોએ ગ્રાહક કમિશનમાં કુલ 67 ફરીયાદ કરી છે. બહોળા સમુદાયના આ પ્રશ્નની ગંભીરતા ધ્યાને લઈ ગ્રાહક ફરિયાદ નિવારણ કમિશને ફલેટધારકોને અને બિલ્ડર યોગેશ વલ્લભદાસ ઘોડાસરાને આગામી મુદતે રૂૂબરૂૂ હાજર રહેવા આદેશ કર્યો છે. આ કામમાં 99-મેરીગોલ્ડના 67 ફલેટધારકો વતી એડવોકેટ દરજજે વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમાં ભારમલ રોકાયા છે.