ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

6 વર્ષીય બાળક પર 9 વર્ષના બાળકે કુકર્મ આચર્યુ, ભાઇએ વીડિયો ઉતાર્યો

04:15 PM Mar 25, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, વીડિયો વાઇરલ થતા ભાંડો ફૂટ્યો

હવે બાળકો પણ સોશિયલ મીડિયા વાપરતા થયા છે. પરંતુ તેની ઘણી ખરાબ અસર બાળકોના માનસ પર પડતી હોય છે તેનો ચોંકાવનારો કિસ્સો નરોડા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક જ ફ્લેટમાં રહેતા 6 વર્ષિય બાળક પર 9 વર્ષિય બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જ્યારે 14 વર્ષિય સગીરે તેનો વીડિયો ઉતાર્યો હતો. જો કે, થોડા જ સમયમાં વીડિયો વાયરલ થઇ ગયો હતો અને આ અંગે સગીરની માતાને જાણ થઇ હતી. જેથી નરોડા પોલીસ મથકમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પોક્સો અને એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

નરોડા વિસ્તારમાં રહેતા મહિલા 20 માર્ચના રોજ પોતાના ઘરે સાંજે હાજર હતા ત્યારે તેમની પાડોશમાં રહેતા નાના ભાઇ તેમની પાસે આવ્યા હતા અને તેમના બાળકનો એક વીડિયો મોકલી આપ્યો હતો. આ વીડિયો જોતા તેમના ફ્લેટના નીચેના ભાગે તેમના જ ફ્લેટમાં રહેતો સગીર બીભત્સ હરકત કરી રહ્યો હતો. જેથી તાત્કાલીક માયાબહેને તેમના દીકરાને આ મામલે પૃચ્છા કરી હતી. પરંતુ તે કંઇ જ કહેવા તૈયાર ન હતો. જેથી માયાબહેને વીડિયો મામલે તેમના સોસાયટીના ચેરમેન સાથે વાત કરી હતી અને તેમને મળ્યા હતા તથા વીડિયો બતાવ્યો હતો. ત્યારે ચેરમેને જણાવ્યું હતું કે, આ વીડિયો કેટલાક દિવસોથી આપણી સોસાયટીના ગ્રૂપમાં ફરે છે. વીડિયોમાં દેખાતો સગીર 9 વર્ષિય અને ત્યાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

માયાબહેન સોસાયટીના સભ્યોને એકત્ર કરી 9 વર્ષિય સગીરના ત્યાં પહોંચ્યા હતા. ત્યારે વીડિયોમાં તે જ હોવાનું જણાવ્યું હતું. જ્યારે વીડિયો 14 વર્ષિય ભાઇએ તેના મોબાઇલમાં ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે ઘણી માથાકુટ બાદ મામલો નરોડા પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં 9 અને 14 વર્ષિય સગીર સામે માયાબહેને જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

ત્રણની ધરપકડ બાદ પરીક્ષા હોવાથી જામીન મુક્ત
વીડિયો ઉતારનાર, વાયરલ કરનાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનાર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સગીરો તરફે જામીન અરજી કરાઈ, જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું નથી, સંતાકુકડીની રમત રમતા હતા, ત્રણેય સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેમની 26મીના રોજ પરીક્ષા છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન મુક્ત કરવા જોઇએ. સરકાર તરફે જામીન અરજીનો વિરોધ કરાયો હતો. બન્ને પક્ષની રજૂઆત બાદ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે (જુવેનાઇલ કોર્ટ) આરોપીઓના શરતોને આધારે જામીન ગ્રાહ્ય રાખ્યા છે.

 

 

Tags :
AhmedabadAhmedabad newscrimegujaratgujarat newsrape caseraped
Advertisement
Next Article
Advertisement