ખારચિયાની સીમમાં ફાર્મ હાઉસ પાસે જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયા
શહેરની ભાગોળે રાજકોટ તાલુકાના ખારચીયા ગામની સીમમાં ચાલતાં જુગારધામ ઉપર આજી ડેમ પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા બે મહિલા સહિત 9 શખ્સોને ઝડપી પાડી પટમાંથી રૂા.25110ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ પોલીસ મથકના એએસઆઈ રવિભાઈ વાંક, હારૂનભાઈ ચાનીયા, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જોગીયા, ડી.જી.પાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ખારચીયા ગામની સીમમાં શ્રીજી ફાર્મ હાઉસપાસે જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી પત્તાટીચતા ગેલા જીવાભાઈ સરૈયા, અશોક રાઘવભાઈ સાકરીયા, હરી રામાભાઈ જાંબુકીયા, મહાવીરસિંહ સમુભા જાડેજા, ધના રાણાભાઈ ચૌહાણ, લાખા ખોડાભાઈ વકાતર, રામજી મોહનભાઈ ડાભી, રેહાના અકબરભાઈ પલેજા, મુમતાઝ સાજીદભાઈ ઠેબાને ઝડપી લઈ પટમાંથી રૂા.25110ની રોકડ કબજે કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.