ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલ તાલુકાના ઘોઘાવદરમાં સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા

05:27 PM Jun 30, 2025 IST | Bhumika
Advertisement

ગોંડલનાં ઘોઘાવદર ગામની સીમમાં આવેલ વાડીનાં મકાનમાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300 મોબાઇલ નંગ- 11 1,20,000 તથા 9 મોટરસાયકલ કિંમત રુ.4,10,000 મળી કુલ રુ.6,36,300 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. જયારે મોવીયામાં 9 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા.

Advertisement

એલસીબી શાખાનાં પીઆઇ. વી.વી.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ. ગોહીલ, એએસઆઇ. ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, બાલકૃષ્ણત્રિવેદી, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજ બાયલ, મહીપાલસિહ ચુડાસમા, દિલીપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગ માં હતા ત્યારે બાતમી નાં આધારે ઘોઘાવદરનાં ખોડાભાઇ ઘોઘાભાઇ સુરાણી ની સીમ માં આવેલી વાડીનાં મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલા વાડી માલિક ખોડાભાઇ ઘોઘાભાઇ સુરાણી, રવિભાઈ હરસુખભાઇ બાવળીયા રહે.ભગવતપરા ગોંડલ, રેગનભાઇ માવજીભાઇ રેવર રહે.ઘોઘાવદર, ઘનશ્યામભાઇ બટુકભાઈ ગમારા રહે. વાછરા, દિવ્યેશભાઈ વીરજીભાઇ વિરડીયા રહે.ઘોઘાવદર, હનિફભાઇ મહંમદભાઇ સમા રહે.બંધીયા, ઘોઘાવદર નાં સરપંચ હરેશભાઈ લીંબાભાઈ સાવલીયા , યોગેશભાઈ સવજીભાઇ સવજીભાઇ ઠુંમર રહે.માંડણકુંડલા તથા તાલુકા પંચાયત નાં સદસ્ય જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ ઘેલાણી રહે. ઘોઘાવદર ને જડપી લઇ કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં તાલુકા પોલીસ નાં એએસઆઇ હેમલભાઇ બોરીચા અને ટીમે મોવિયા નાં માંડણકુંડલા રોડ પર આવેલી પંકજભાઈ સગપરીયાની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા પંકજભાઈ સગપરીયા, મહેશભાઈ કાલરીયા, ધવલભાઈ ખુંટ, કીરીટભાઇ ભાલોડી, ભરતભાઈ માનસરા, પરસોતમભાઈ દેપાણી, મનસુખભાઈ કાલરીયા અને ચંદ્રેશભાઇ ભાલાળાને રોકડ રુ.41,420 સાથે જડપી લઇ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
crimegondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement