તિરૂપતિ સોસાયટીમાં જુગાર રમતી 9 સ્ત્રી-પુરુષ ઝડપાયા
જામનગર શહેરમાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવાઇ રહ્યયું હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈકાલે સાંજે દરોડો પાડી જુગાર રમી રહેલા 9 સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 1,28,200 ની માલમતા કબજે કરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં તિરૂૂપતિ સોસાયટી શેરી નંબર -2 માં રહેતી અલ્પાબેન અશ્વિનભાઈ ગોહેલ નામની મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી સ્ત્રી પુરુષોને એકત્ર કરીને જુગારધામ ચલાવાઈ રહ્યું છે, જે બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન મકાન માલિક મહિલા સહિત કુલ 9 સ્ત્રી પુરુષો ગંજી પાના વડે હારજીતનો જુગાર રમતાં રંગે હાથ પકડાઈ ગયા હતા.
આથી એલસીબી ની ટીમે મકાન માલિક મહિલા અલ્પાબેન ગોહેલ ઉપરાંત જ્યોતિબેન વિજયભાઈ ચૌધરી, રમાબેન બાબુલાલ રાઠોડ, દક્ષાબેન દેવશીભાઈ વાઢીયા, મમતાબેન ઇરફાનભાઇ ખફી, ઉપરાંત હિરેનભાઈ જેન્તીભાઈ કાછડીયા, રવિભાઈ વજુભાઈ ગોહિલ, મયુરભાઈ જગુભાઈ ગોજીયા, દેવાયતભાઈ ભીમજીભાઇ વાઘેલા, વગેરે સહિત 9 આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી 28,200 ની રોકડ રકમ, 9 નંગ મોબાઈલ ફોન અને એક બાઈક સહિત રૂૂપિયા 1‘સ્ત્ર38,200 ની માલમતા કબજે કરી છે.
ધ્રોલના લૈયારા ગામે ચાર પત્તા પ્રેમી પકડાયા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈંયારા ગામમાંથી ધ્રોળ પોલીસે જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ઈસ્માઈલ રહીમભાઈ બલોચ, સુલતાન અલીભાઈ જલવાણી, પરસોત્તમભાઈ નરસિંદાસ નીમાવત અને અબ્દુલ ઇબ્રાહીમભાઇ ખેરાણી વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 10,180 ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.