હાલારમાં જુગારના ત્રણ દરોડામાં પતા રમતા 9 જુગારીઓ ઝડપાયા
જામનગર શહેર જામજોધપુર તેમજ લાલપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 9 આરોપીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે,9 આરોપીઓ પોલીસને જોઈને ભાગી છૂટ્યા હોવાથી ફરારી જાહેર કરાયા છે.
જુગારનો પ્રથમ દરોડો જામનગરના ગોકુલ નગર નજીક મયુરનગર વિસ્તારમાં પાડ્યો હતો જ્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા ચમનભાઈ કેશવજીભાઈ પાડલીયા, અજય કરણભાઈ વાઘેલા, ચેતન ગગજીભાઈ પરમાર અને વિજય ભીખુભાઈ ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી 14,050 ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામજોધપુર સીમ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા ચંદુભાઈ છગનભાઈ રાબડીયા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 3,71,000 ની માલમતા કબજે કરી છે.આ દરોડા દરમિયાન ટોની ભાઈ ધાબા વાળો, દાનાભાઈ કડીવાર, પ્રતીક જોષી, મેસૂર રબારી, મેરો રબારી, પ્રકાશ પરમાર, ભૂટાભાઈ કાલરીયા, અશોક બાવરીયા, અને જય કાંજિયા સહિત નવ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.
જુગાર અંગેનો ત્રીજો દરોડો લાલપુર તાલુકાના જાખર ગામના પાટીયા પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી રહેલા દિલીપ કિશોરભાઈ વાઘેલા ની પોલીસે અટકાયત કરી લઇ તેની પાસેથી રોકડ રકમ અને વરલીનું સાહિત્ય કબ્જે કર્યું છે.