ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સિહોરમાં 80 વર્ષના વૃદ્ધાની ગળું દબાવી હત્યા : દુષ્કર્મની પણ શંકા

11:34 AM Mar 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ભાવનગરના સિહોર પંથકના એક આશરે 80 વર્ષિય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તેમજ વૃદ્ધા સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકાને પગલે પોલીસ દ્વારા મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ભાવનગર જિલ્લાના સિહોરમાં બનેલા આ બનાવની મળતી વિગતો પ્રમાણે સિહોર પંથકમાં પોતાના ઘરમાં એકલા રહેતા એક 80 વર્ષિય વૃદ્ધા ગત શનિવારે સાંજે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખીને સુતા હતા. જો કે, લાંબા સમય સુધી વૃદ્ધા બેશુદ્ધ અવસ્થામાં પડયા રહેતાં અને કંઈ બોલતા નહી હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી.

પાડોશીઓએ ઘરે જઈ બેશુદ્ધ અવસ્થામાં સુતેલાં વૃદ્ધાને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ભારે જહેમત છતાં તેમણે કોઈ પ્રતાક ન કરતાં પાડોશીઓ તથા વૃદ્ધાની દેખરેખ રાખતા લોકોને બોલાવી સારવાર અર્થે સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને 80 વર્ષીય વૃદ્ધાને મૃત જાહેર કર્યાં હતા. જો કે, વૃદ્ધાના મૃતદેહની તપાસ કરતાં તેમના ગળા પર લિસોટાના નિશાન તથા કાનમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા. યાં તેંમનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. ઉપરાંત, વૃદ્ધાની અન્ય તપાસમાં તેમના પર દૂષ્કર્મ થયાની પણ શંકા વ્યક્ત થતાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર સર ટી.હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે હત્યાના બનાવમાં પોલીસને હાલ તુરંત કોઈ કડી મળી ન હતી. જયારે, કૌટુંબિક સભ્યો તથા પોડાશીઓએ પણ કોઈના પર શંકા વ્યક્ત ન કરતાં પોલીસની પણ મુઝવણ વધી હતી. જયારે, પ્રાથમિક પીએમના આધારે વૃદ્ધાની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની મૃતકના કોટુંબિક સભ્યની ફરિયાદના આધારે સિહોર પોલીસે અજાણ્યા હત્યા વિરૂૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુનો નોંધ્યો હતો. અને તપાસ શરૂૂ કરી હતી. જયારે, આ બનાવે સિહોર પંથકમાં ભારે ચકચાર મચાવી હતી.સિહોર પંથકના આશરે 80 વર્ષિય વૃદ્ધાની હત્યા ઉપરાંત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આશંકાને લઈ પોલીસે મૃતદેહના પેનલ પીએમની કાર્યવાહી કરી હતી.

 

Tags :
crimegujaratgujarat newsmurderSehoreSehore news
Advertisement
Advertisement