રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

8 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનારને આજીવન કેદ

12:29 PM Aug 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે ઢગાએ બાળકીને ખારેકની લાલચ આપી ઘરમાં બોલાવી જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું’તું

રાજકોટમાં આવેલા પોપટપરા વિસ્તારમાં પાંચ વર્ષ પૂર્વે 8 વર્ષની માસુમ બાળકીને ખારેક આપવાની લાલચ આપી ઘરમાં બોલાવી જબરજસ્તીથી દુષ્કર્મ હતું. જે કેસ સુનાવણી પર આવતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી કુદરતી રીતે જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આવેલા પોપટપરા વિસ્તારમાં રહેતા શામજી મગનભાઈ માનસુરીયા નામના શખ્સે તા.24/7/2019 ના રોજ બપોરના સવા બારથી એકાદ વાગ્યાના અરસામાં 8 વર્ષની માસુમ બાળકીને ખારેક આપવાની લાલચ આપી ઘરમાં બોલાવી હતી. અને બાદમાં રૂૂમનો દરવાજો બંધ કરી બાળકી સાથે જબરજસ્તીથી જાતીય હુમલો કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી દુષ્કર્મ આચર્યું હતું. અને આ અંગે કોઈને પણ જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનારની માતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા તપાસ અધિકારી દ્વારા પોક્સો કોર્ટમાં ચાજેશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાજેશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ભોગબનનાર, ડોક્ટર, સાહેદો અને તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવી હતી.

ત્યારબાદ સરકારી વકીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે ભોગ બનનાર બાળકીની ઉંમર 8 વર્ષની હોવા છતાં તેને ખારેક આપવાની લાલચ આપી આરોપીએ પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું છે જે સમાજને કલંકરૂૂપ ગુનો છે. જેથી આરોપીને કાયદાની જોગવાઈ મુજબ સજા કરવા દલીલ કરી હતી. બંને પક્ષની રજુઆત બાદ પોક્સો કોર્ટના સેશન્સ જજ જે.ડી. સુથારે જુબાની, મેડિકલ પુરાવો અને સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી શામજી માનસુરીયાને કુદરતી રીતે જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ બીનલબેન અશોકભાઈ રવેશીયા રોકાયા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkot
Advertisement
Next Article
Advertisement