મોચીનગરમાં ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાંથી 8 હજાર રોકડની તસ્કરી
ગાંધીગ્રામના મોચીનગરમાં રહેતા વિમલભાઇ સુરેશભાઇ સાનથલીયા(ઉ.વ.34)ની ઘર બહાર પાર્ક કરેલી રીક્ષામાંથી કોઈ અજાણ્યો ચોર રોકડ રૂૂ.8000 અને એક્સ્ટ્રા શીટની કોઈ ચોરી કરી લઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિમલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગીતાજલી કોલેજમા પ્રા.નોકરી કરું છું.ગઇ તા.28/06ના રોજ સાંજના પાચેક વગ્યાના અરસામા મારાભાઇ રોહિતની ઉપરોક્ત રજી.નં.વાળી રિક્ષા લઇને હુ બહાર આટો મારવા માટે ગયેલ હતો અને રાત્રીના સાડા નવેકથી દશેક વાગ્યાના અરસામા હુ ઘરે આવેલ અને મે આ મારાભાઈની રિક્ષા અમારા ઘર પાસે પાર્ક કરેલ હતી અને ત્યારબાદ બીજે દિવસે તા.29/06ના સવારમા સાડા દશેક વાગ્યાના સમયે હુ આ મારા ભાઈની રિક્ષામાં દિવાબતી કરવા માટે ગયો તો મે જોયુ તો આ મારા ભાઇની રિક્ષાની પાછળની એકટ્રા સીટ હતી નહીં બાદ મે મારા પરીવારના સભ્યોને વાત કરેલ કે કોઇ સાફ સફાઇ કરવા માટે રિક્ષાની પાછળની એક્સટ્રા સીટી કાઢેલ છે તો પરીવારના સભ્યોએ મને ના પાડી હતી.
બાદ મે પાછુ રિક્ષાએ જઇને જોયુ તો આ ઉપરોક્ત રજી નં રિક્ષાના હેંડલના જમણા ભાગે રહેલ યુટીલીટી બોક્ષમા હુ આ રિક્ષા ના હપ્તાના પૈસા રાખતો અને જેમા અંદાજે રોકડ 8000/- હજાર જેટલા પૈસા ભેગા થયેલ હશે તે પણ હતા નહીં બાદ મે મારા આડોસ પાડોસમા પુછપરછ કરેલ કે કોઇએ આમારી રિક્ષાની પાછળની સીટ અને તેના યુટીલીટી બોક્ષમા રહેલ પૈસા અંદાજે 8000/- રૂૂપીયા રોકડા કોઇએ લીધા છે તો તેમને ના પાડેલ બાદ મને થયુ કે આ અમારી રિક્ષાની પાછાળ ની એક્ટ્રા સીટ જેની કિમત રૂૂપીયા 1500/- અને રિક્ષાના યુટીલીટી બોક્ષમા રહેલ રોકડા અંદાજે 8000/- રૂૂપિયા એમ કુલ 9500/-રૂૂપિયાની કોઇ અજાણ્યો ચોર ચોરી કરીને લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.