લીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ અને હત્યાના બનાવો સાથે હવે બળાત્કારના બનાવો પણ વધી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોંયકા ગામે 77 વર્ષના વૃદ્ધા ઉપર બળાત્કારની ઘટના બની છે. દસ દિવસ પહેલા જ વૃદ્ધા પોતાની દીકરી જામનગર રહેતી હતી ત્યાંથી પોતાના વતન ભોંયકા ગામે ઘરે આવ્યાં હતાં.
બળાત્કાર કરનાર શખ્સ પહેલા વૃદ્ધાના ઘરના નલિયા દૂર કરી ઘરમાં ઉતર્યો હતો અને પહેલા નાણાની માંગણી કરી હતી અને ત્યારબાદ તેમના પર બળાત્કાર કરી ફરાર થઇ ગયો હતો. હાલમાં વૃદ્ધાને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યાં છે. ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો સ્ટાફ હાલ આ અંગે કામે લાગ્યો છે.
આ ઘટનામાં તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ અજાણ્યા ઈસમ દ્વારા ઘરના નળિયા ખોલી અને ઘરમાં સુતેલા આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારતા પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે જામનગરથી તેમની દીકરી સહિતનો પરિવાર સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલે પહોંચ્યો છે અને ન્યાયની માંગણી કરવામાં આવી છે. વૃદ્ધાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને તેમના મેડિકલ ટેસ્ટ પણ શરૂૂ કરવામાં આવ્યા છે.