ખોટી PIL કરનાર 7 અરજદારોને 1.40 કરોડનો દંડ
વેરાવળના અરજદારોએ વિનાયક ડેવલોપર્સ સામે જાહેર હિતની અરજી કરી હતી, હાઈકોર્ટનું આકરુ વલણ
વર્ષ 2022માં ગીર-સોમનાથના વેરાવળના 7 અરજદારો દ્વારા વિનાયક ડેવલોપર્સના ગેરકાનૂની બાંધકામ સામે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. તેઓએ સ્થાનિક ઓથોરિટીને રજૂઆત કરી હતી પરંતુ, તેને નકારી દેવાતા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેને ગુજરાત હાઇકોર્ટ ચીફ જજની બેંચે નકારી નાખી હતી. કોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે, અરજદારોએ પોતાના સ્વાર્થ માટે, દુશ્મનાવટ માટે કોર્ટ અને ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરીને ન્યાયિક સમયનો વ્યય કર્યો છે. જેથી દરેક અરજદારને 20 લાખ રૂૂપિયાનો દંડ કરવામાં આવે છે. જે ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાનો રહેશે. તેનો ઉપયોગ અનાથ બાળકો પાછળ કરવામાં આવશે.
આ કેસમાં વિનાયક ડેવલોપર્સ વતી ઉપસ્થિત થયેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓએ પરમિશન મેળવીને બાંધકામ કર્યું હતું પરંતુ, નાની-મોટી ભૂલોને લઈને તમના અસીલને અરજદારો પરેશાન કરતા હતા. હાઇકોર્ટના જાહેર હિતની અરજી કરવાના નિયમ મુજબ જાહેર હિતની અરજી કરનારનો સ્વાર્થ હોવો ન જોઈએ. જે લોકોને મોટાભાગે સ્પર્શતી હોવી જોઈએ. જે સાત અરજદારોએ અરજી કરી છે. તેમની સામે ખંડણીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ચાર્જશીટ પણ ફાઈલ થઈ ગઈ છે. તેમના રેસીડેન્ટ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધ્યું હતું.
મોટાભાગની પ્રોપર્ટી વેચાઈ ગઈ છે. નાની-મોટી ભૂલો કાઢીને તેઓ તેમના અસીલ પાસેથી પૈસા માંગતા હતા. આથી કોર્ટે દરેક અરજદારને 20 લાખ રૂૂપિયાનો વ્યક્તિગત દંડ કર્યો હતો. આમ 7 અરજદારના કુલ 1.40 કરોડ રૂૂપિયા જેટલો દંડ થવા જાય છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, જાહેરાતની અરજીમાં સામાન્ય પબ્લિકનું હિત હોવું જોઈએ. આ જાહેર હિતની અરજી પણ નથી. આ અરજી વ્યક્તિગત દુશ્મનાવટ માટે કરવામાં આવી છે. જેથી, આવા લોકોને ઉદાહરણ રૂૂપ દંડ જરૂૂરી છે. આ દંડ દ્વારા લોકોમાં મેસેજ જશે કે કોર્ટનો દુરુપયોગ કરી શકાય નહીં. વર્ષ 2022થી અરજદારોએ ગુજરાત હાઇકોર્ટની મશીનરીનો દુરુપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 16 જૂન ,2022ના હુકમમાં કોર્ટે નોંધ્યું હતું કે, જો અરજદારો ખોટા નીકળશે તો તેમને ઉદાહરણરૂૂપ દંડ પણ કરવામાં આવશે.
જાહેર હિતની અરજી સ્વાર્થ કે પબ્લિસિટી માટે થઈ શકે નહીં
કોર્ટે નોંધ્યું હતું કે, આવા અરજદારો માટે કોર્ટમાં કોઈ જગ્યા નથી. અરજદારો તેમની વિશ્વસનીયતા સાબિત કરી શક્યા નથી. અરજદારો પૈકી એક લોકલ રિપોર્ટર પણ છે. કોર્ટ ઉપર જ્યારે કામનું ભારણ હોય ત્યારે આવા લોકોને ઉદાહરણરૂૂપ દંડ કરવો જરૂૂરી છે. જાહેર હિતની અરજી એ ગરીબ અને કચડાયેલા વર્ગના લોકો માટે એક અવાજ છે. તે ગવર્નન્સના પ્રશ્નો, પર્યાવરણ પ્રિય પ્રશ્નો વગેરે જેવા મુદ્દાઓ પર થઈ શકે છે, પરંતુ સ્વાર્થ કે પબ્લિસિટી મેળવવા માટે થઈ શકે નહીં.